Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

પોરબંદરની બિરલા કોલોનીમાં રહેતી ર૮ વર્ષીય યુવતી રોશની ગોકાણીનું ગાંધીનગરની હોસ્પીટલમાં સારવાર દરમિયાન કોરોનાની બિમારી સબબ મૃત્યુ

પોરબંદર : અહીંની બિરલા કોલોનીમાં રહેતી રોશની રાજેન્દ્રભાઇ ગોકાણી (ઉ.વ.ર૮)નું ગાંધીનગરની હોસ્પીટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થવા પામેલ છે.

મળતી વિગત મુજબ આ ર૮ વર્ષીય યુવતીને હાર્ટની બિમારી હોવાથી ગાંધીનગર સ્થિત એપોલો હોસ્પીટલમાં સારવાર માટે ખસેડી હતી.

હાર્ટની સારવાર દરમિયાન યુવતીનો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવેલ દરમિયાન યુવતીની સારવાર ચાલુ હતી પરંતુ શનિવારે યુવતીનું મૃત્યુ નિપજયું હતું.

યુવતીના પરિવારજનો આ સમાચાર જાણી ગાંધીનગર દોડી ગયા છે પરંતુ યુવતીનો મૃતદેહ પરિવારજનોને સોંપાશે ન હિ અને ત્યાં જ તંત્ર દ્વારા જરૂરી અગ્નીસંસકારની વિધી કરવામાં આવશે.

હાલ પોરબંદરના બિરલા કોલોની વિસ્તારને ડન્ટેનમેન્ટ ઝોન જાહેર કરેલી છે.

(4:32 pm IST)