Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

પોરબંદરની દરિયાઇ પટ્ટી પર રેતી ચોર માફીયાઓ દ્વારા વન વિભાગની ટુકડી પર દરોડા દરમિયાન ઝપાઝપી

રેતી ચોરો ડમ્પર - જેસીબી મુકીને ભાગી છુટ્યા

પોરબંદર : પોરબંદર પંથકમાં માધુપુરથી મીયાણી સુધીના દરિયાઇ પટ્ટી પર બેફામ રેતી ચોરીની પ્રવૃત્તિ થઇ રહી છે.

આ રેતી ચોરી અટકાવવા વન વિભાગની ટુકડીએ ગઇકાલે દરોડો પાડતા રેતી ચોર ટોળકી એક સમયે ભાગી છુટવા પ્રયાસ કરેલ.

આ ઉપરાંત રેતી ચોર ટોળકીના સભ્યોએ વનવિભાગની ટીમના માણસો સાથે ઝપાઝપી કરી નાસી ગયેલ.

રેતી ચોરો વન વિભાગની કડકાઇ જોઇને તેના ડમ્પર-જેસીબી મશીન સહિતના વાહનો મુકીને નાસી જવામાં સફળ રહેલ.

વનવિભાગના અધિકારીએ ઉપરોકત અજાણ્યા શખ્સો સામે મીયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ ઉપરાંત સરકારી ખનીજ ચોરીની ફરીયાદ નોંધાવી છે.

(4:31 pm IST)