Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

ગોંડલ ગુંદાળા રોડ પર કારમાં અચાનક આગ ભભૂકી : ગેસ ભરતી વેળાએ આગ લાગી : કાર બળીને ખાખ

ગોંડલના ગુંદાળા રોડ પર એક કારમાં અચાનક આગ લગતા અફરાતફરી મચી જવા પામી હતી ગોંડલના આવેલ નક્ષત્ર એપાર્ટમેન્ટ પાસે ઇક્કો કાર માં આગ લાગી હતી જાણવા મળ્યા મુજબ ઇકો કારમાં ગેસ ભરતી વેળાએ અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લગતા ઇકો કાર બળીને ખાખ થઇ ગઈ હતી આગના બનાવની જાણ થતા ફાયર ફાયટર ઘટના સ્થળે અપહોંચ્યું હતું અને પાણીનો મારો ચાલવી આગને કાબુમાં લીધી હતી આ બનાવને પગલે ગોંડલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી

(6:59 pm IST)