Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

એસજીવીપી ગુરુકુળ રીબડામાં બાલ સત્સંગ શિબિરમાં 200 બાળકો જોડાયા.

રાજકોટ તા. 24 શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામિ અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી વેદાંતસ્વરૂપ સ્વામી, હરિનંદન  સ્વામી, વિશ્વસ્વરૂપદાસજી સ્વામી, જનમંગલદાસજી સ્વામી તેમજ મુનિવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચે એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે તા. 23 મે થી ચાર દિવાસીય બાલ સત્સંગ શિબિર શરૂ થયેલ થયેલ છે. તેમાં ૧૭૦ બાળકો અને ૩૦ બાલિકાઓ મળીને ૨૦૦ બાળકોએ ભાગ લીધો છે.

શિબિરમાં બાળકોને સવારમાં પાઠ-પૂજા વગેરે દૈનિક ક્રિયા, યોગાસન, સૂર્યનમસ્કાર તેમજ સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, ક્રિકેટ, વગેરે મનપસંદ રમતો સાથે સંસ્કાર સાભાર તાલીમ અપાઈ રહી છે.

પૂર્ણાહુતિ તા. ૨૬ મે. રવિવારના રોજ વાલીઓના સાનિધ્યમાં બપોરે ૧૨:૦૦ વાગ્યે થશે.

(3:31 pm IST)