Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ધોરાજી કોંગ્રેસના ગઢમા ભાજપનો વિજય ઉત્સવ

ધોરાજીઃ પોરબંદર લોકસભાની સીટની મતગણતરીમાં ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકનો ૨ લાખ ૨૮ હજાર જેવી જંગી લીડથી વિજેતા થતા લલિત વસોયાના કોંગ્રેસના ગઢ ગણાતા ધોરાજીમાં ભાજપનો ભગવો લહેરાતા શહેર ભાજપ દ્વારા રમેશભાઇ ધડુકનું ભવ્ય સ્વાગત સાથે ભારે આતશબાજી અને ડી.જેના તાલથી કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા હતા. ધોરાજી શહેર ભાજપના વિધાનસભા સીટના ઇન્ચાર્જ વી ડી પટેલ પોરબંદર લોકસભા સીટના મીડિયા ઇન્ચાર્જ કિશોરભાઈ રાઠોડ ધોરાજી શહેર ભાજપના પ્રમુખ હરસુખભાઈ ટોપિયા મહામંત્રી ડીજી બાલધા સુખદેવસિંહ વાળા ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી જયસુખભાઇ ઠેસીયા કરસનભાઈ માવાણી યુવા ભાજપના જિલ્લા મહામંત્રી પરેશભાઈ વાગડિયા એડવોકેટ મહેશભાઈ પટેલ વિનુભાઈ માથુકિયા અરવિંદભાઈ વોરા પ્રભુદાસભાઈ માવાણી બક્ષીપંચ મોરચાના સમીરભાઈ એરડા સંકેત મકવાણા હરેશભાઈ દરજી સહીત ભાજપના આગેવાનો યુવા ભાજપની ટીમ લઘુમતી સમાજના આગેવાનો હમીદભાઈ ગોડીલ ગનીભાઇ ગોરાણા રિયાઝભાઈ દાદાણી સલીમભાઈ શેખ તેમજ સુધરાઈ સભ્યો સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પોરબંદર ખાતે રમેશભાઈ ધડુક નો જંગી મતથી વિજય થતા અને ધોરાજી ખાતે આવી પહોંચતા ભવ્ય આતશબાજી સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે પેંડા વેચી મોં મીઠા કર્યા હતા તેમજ ડીજેના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા ભારત માતાકી જય વંદેમાતરમના નારા સાથે સમગ્ર વાતાવરણમા કેસરિયો છવાયો હતો. આ સાથે પોરબંદર લોકસભા સીટ માં વિજેતા ઉમેદવાર રમેશભાઈ ધડુક એ જણાવેલ કે મારો વિજય નથી આ કાર્યકર્તાઓનો વિજય છે તેમને જે મહેનત કરી છે તેમનું ફળ અમોને મળ્યું છે કાર્યકર્તાઓને કયારેય ભૂલવાનો નથી. બીજી બાજુ જોતા ધોરાજી કોંગ્રેસના નેતા લલિત વસોયા નો ગઢ ગણાય છે અને ચૂંટણીના છેલ્લા પરિણામ સુધી કોંગ્રેસ જીતે છે તેવા દાવા કરતા લલિત વસોયાની બોલતી બંધ થઈ ગઈ હતી અને તેમની કોંગ્રેસ કાર્યાલય ખાતે સોપો પડી ગયો હતો તેમની સાથે રહેતા કાર્યકર્તાઓ પણ કારેલીમાં જોવા મળ્યા નહોતા અને સૌરાષ્ટ્રના કોંગ્રેસના પ્રવકતા તરીકે પોતાની છાપ ઉભી કરી હતી તે મતદારોએ પોરબંદર લોકસભા સીટમાં ભુસી નાખી હોય તેવું જોવા મળ્યું હતું. (તસ્વીર અહેવાલઃ કિશોરભાઇ રાઠોડ- ધર્મેન્દ્ર બાબરીયા- ધોરાજી)

(1:17 pm IST)