Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ભારતભરમાં ઓનલાઇન ચીંટીગ કરતી ગેંગના રવિ ચૌહાણને દબોચી લેતી જુનાગઢ પોલીસ

મોબાઇલ ટાવર માટે પ્લોટ ભાડે અપાવવાની લાલચ આપી પ્રોસેસીંગખર્ચ પેટે નાણાં ખંખેરી લીધા હતા

જુનાગઢ, તા.૨૪: ભારત ભરમાં ઓનલાઇન ચીંટીગ કરતી ગેંગના રાજસ્થાનનાં રવિ ચૌહાણને જુનાગઢ પોલીસે ઝડપી લીધો હતો. આરોપી રવિએ ગત ઓગસ્ટ માસમાં જુનાગઢમાં મોબાઇલ ટાવર માટે પ્લોટ ભાડે આપવાની લાલચ આપી પ્રોસેસીંગ ખર્ચ પેટે નાણા ખંખેરી લીધા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંદ્ય દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા ઓનલાઈન ફ્રોડ અને ચીટિંગના બનાવો ડિટેકટ કરી, આરોપીઓને પકડી પાડી, આ ગુન્હાનોમાં ગયેલ મુદામાલ રિકવર કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ. જો અન્વેય તા. ૨૩ ઓગસ્ટના રોજ જૂનાગઢ શહેરમાં ચિતાખાના ચોક ખાતે લેઉવા પટેલ સમાજ પાસે રહેતા ફરિયાદી હસ્મિતાબેન રહીમભાઈ જરીયાના મોબાઈલ ફોન ઉપર એક મેસેજ આવેલ જેમાં ઈન્ટરનેટ ટાવર માટે ૨૫૦ સ્કેવર ફુટ જગ્યાની જરૂરિયાત હોવાનું તથા રૂ. ૩૫ લાખ એડવાન્સ તથા રૂ. ૪૫,૦૦૦/- દર મહિને ભાડું આપવાની ઓફર કરી, મોબાઈલ નંબર આપી, કોલ કરવા જણાવવામાં આવતા, ફરિયાદી હસ્મિતાબેન જરીયાએ પોતાના મોબાઈલ ફોન ઉપરથી વાત કરતા, ડોલ્ફીન ટાવર સર્વિસીઝ માંથી બોલતા હોવાનું જણાવી, માલિકીની જગ્યા અંગે પૂછતાં, પોતાની જૂનાગઢમાં માલિકીની જગ્યા હોવાનું જણાવતા, ફરી બીજા દિવસે ફોન આવેલ અને તેમની જગ્યા ટાવર માટે સિલેકટ થયા અંગેની વાત કરી, ડિપોઝીટના એન્ટ્રી ફી ના રૂ. ૫,૧૫૦/- ભરવાની વાત કરતા, આઇડીબીઆઈ બેંકના ખાતા નંબર આપતા, તેમ જમા કરવામાં આવેલ હતી. ત્યારબાદ ઈમેલ કરી, ડોકયુમેન્ટ મોકલાવેલ અને ફરીથી રૂ. ૬૧,૨૫૦/- ની માંગણી કરી, રિકવાયરમેન્ટ ફોર્મ, ટર્મ અને કન્ડિશન, વિગેરે દસ્તાવેજ કુરિયર દ્વારા આવેલ. જેની ખરાઈ કરાવતા, ખોટા હોવાનું જણાતા, પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા, જે અંગે ફરિયાદી હસ્મિતાબેન રાહીમભાઈ જરીયા દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દ્યરફોડ ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા, સી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધીક્ષક સૌરભ સિંદ્ય ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ. આર.એમ.ચૌહાણ, પો.સ.ઇ. એન.કે.વાજા તથા સ્ટાફના હે.કો. ગોવિંદભાઇ, મેહુલભાઈ, કિરણભાઈ, પ્રવીણભાઈ, રવીન્દ્રભાઈ, કટારાભાઈ, ભગવાનજીભાઈ, કરણસિંહ, સંજયસિંહ, ડ્રાઇવર અતુલભાઈ દયાતર, સહિતના સ્ટાફ દ્વારા ટેકનીકલ સોર્સ આધારે મળેલ માહિતી તેમજ બેન્ક એકાઉન્ટની વિગત આધારે તપાસ કરતા ખોટા નામે એકાઉન્ટ ખોલાવેલ હોઈ, તેમ છતાં સી ડિવિઝન પોલીસ દ્વારા ફોટોગ્રાફ અને બેન્ક એકાઉન્ટની વીગત આધારે રાજસ્થાન રાજયમાં ત્યાંના બાતમીદાર દ્વારા મળેલ બાતમી આધારે જયપુર રાજસ્થાન ખાતેથી આરોપી રવીન્દ્ર ઉર્ફે રવિ અર્જુનસિંદ્ય ચૌહાણ રાજપૂત (ઉવ. ૩૨)( રહે. નિર્મળ વિહાર, નિવારૂ રોડ, પ્લોટ નં. ૩૪, ૩૫, જયપુર રાજસ્થાન) પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે., પકડાયેલ આરોપીના કબજામાંથી જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન તથા સિમ કાર્ડ, જુદી જુદી બેંકના એટીએમ કાર્ડ, પાસબુક સહિતનો મુદામાલ કબજે કરવામાં આવેલ હતો.

વધુમાં પકડાયેલ  આજથી નવેક મહિના પહેલા. ફરિયાદીને પોતાના બેન્ક એકાઉન્ટમાં ટાવર નાખી દેવાના બહાને છેતરપિંડી વિશ્વાસ દ્યાત કરી, ગુન્હો આચર્યા અંગેની કબૂલાત કારેલ હતી તેમજ પોતે મૂળ ભરતપુર નો રહેવાસી હોઈ, ટેક્ષી ડ્રાઇવિંગ કરતો હોવાની તેમજ જયપુર ખાતે જુદા જુદા વિતારમાં એસબીઆઈ, આઇડીબીઆઈ, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, દેના બેન્ક, ફેડરલ બેન્ક, યુનિયન બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર, એચડીએફસી, સહિતની કુલ ૧૬ બેંકમાં એકાઉન્ટ ધરાવતો હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ હતી. આ તમામ બેંક એકાઉન્ટ આરોપીએ ખોટા નામે આધારકાર્ડ બનાવી, ખોલાવેલાની પણ કબુલાત કરવામાં આવતા, આ ગુન્હામાં બનાવટી દસ્તાવેજ બનાવવા તથા ઉપયોગ કરવા સહિતની કલમોનો ઉમેરો કરવા પણ તજવીજ કરવામાં આવેલ છે.

આ ગુન્હામાં પકડાયેલ આરોપી રવિ ચૌહાણની સદ્યન પૂછપરછ કરવામાં આવતા, પોતે મથુરાના જીતેન્દ્ર ઉર્ફે જીતુ ચૌધરી અને કાનપુરના રહેવાસી સોમેન્દ્ર ઉર્ફે દાદા ના કહેવાથી કામ કરતો હોવાની તથા આ બંનેની રાહબરીમાં કલકત્તા, નોઈડા, જેવા જુદા જુદા શહેરોમાં ઓફીસ ખોલી, ભારતભરમાં ઓનલાઈન ફ્રોડની ગેંગ ચલાવતા હોવાની અને હાલમાં પણ ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ હોવાની તથા અત્યારસુધીમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરેલાની ચોંકાવનારી કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીને અત્યારસુધીમાં દોઢ બે લાખ રૂપિયા મળેલાની પણ કબૂલાત કરવામાં આવેલ છે.

આમ, સી ડિવિઝન પોલીસ દ્વારા જુનાગઢ શહેરમાં નવ માસ પહેલા થયેલા ઓનલાઈન ફ્રોડના ગુન્હામાં આરોપીને શોધી કાઢી, પકડી પાડી છેતરપિંડી અને વિશ્વાસ દ્યાતનો ગુન્હો ડિટેકટ કરવામાં આવેલ હતો. પકડાયેલા આરોપીની પુછપરછમાં હજુ ગુન્હાનો ભેદ ખુલવાની શકયતાઓ છે. મોબાઈલ ફોન ઉપર આપવામાં આવતી લાલચના કારણે આમ જનતા અવાર નવાર છેતરતા હોવા છતાં, મોબાઈલ ફોન દ્વારા મેસેજ કરીને લાલચ આપી, કરવામાં આવેલ છેતરપિંડીનો આ કિસ્સો આમ જનતા માટે લાલબત્ત્।ી સમાન કિસ્સો સાબિત થયેલ હોઈ, આમ જનતાએ આવા લેભાગુ તત્વોથી ચેતવા પોલીે તે પ્રશ્ને અપિલ કરી છે.

 જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ. આર.એમ.ચૌહાણ, પો.સ.ઇ. એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા પકડાયેલા આરોપીની સદ્યન પૂછપરછ હાથ ધરી, પકડાયેલ આરોપી બીજા મિલકત વિરુદ્ઘ ના કોઈ ગુન્હાઓ આચારેલા છે કે કેમ..? બીજા કોઈ ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ....? કોઈ ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ...? આ ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓને શોધી કાઢવા, વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી, દિન ૧૦ ના પોલીસ રિમાન્ડ મેળવી, વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આ ગુન્હામાં પકડાયેલ આરોપી રવિ ચૌહાણની સદ્યન પૂછપરછ કરવામાં આવતા, પોતે મથુરાના જીતેન્દ્ર ઉર્ફે જીતુ ચૌધરી અને કાનપુરના રહેવાસી સોમેન્દ્ર ઉર્ફે દાદા ના કહેવાથી કામ કરતો હોવાની તથા આ બંનેની રાહબરીમાં કલકત્તા, નોઈડા, જેવા જુદા જુદા શહેરોમાં ઓફીસ ખોલી, ભારતભરમાં ઓનલાઈન ફ્રોડની ગેંગ ચલાવતા હોવાની અને હાલમાં પણ ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ હોવાની તથા અત્યારસુધીમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરેલાની ચોંકાવનારી કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીને અત્યારસુધીમાં દોઢ બે લાખ રૂપિયા મળેલાની પણ કબૂલાત કરવામાં આવેલ છે.

આમ, સી ડિવિઝન પોલીસ દ્વારા જુનાગઢ શહેરમાં નવ માસ પહેલા થયેલા ઓનલાઈન ફ્રોડના ગુન્હામાં આરોપીને શોધી કાઢી, પકડી પાડી છેતરપિંડી અને વિશ્વાસ ઘાતનો ગુન્હો ડિટેકટ કરવામાં આવેલ હતો. પકડાયેલા આરોપીની પુછપરછમાં હજુ ગુન્હાનો ભેદ ખુલવાની શકયતાઓ છે. મોબાઈલ ફોન ઉપર આપવામાં આવતી લાલચના કારણે આમ જનતા અવાર નવાર છેતરતા હોવા છતાં, મોબાઈલ ફોન દ્વારા મેસેજ કરીને લાલચ આપી, કરવામાં આવેલ છેતરપિંડીનો આ કિસ્સો આમ જનતા માટે લાલબત્ત્।ી સમાન કિસ્સો સાબિત થયેલ હોઈ, આમ જનતાએ આવા લેભાગુ તત્વોથી ચેતવાની જરૂર છે..

જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ. આર.એમ.ચૌહાણ, પો.સ.ઇ. એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા પકડાયેલા આરોપીની સદ્યન પૂછપરછ હાથ ધરી, પકડાયેલ આરોપી બીજા મિલકત વિરુદ્ઘ ના કોઈ ગુન્હાઓ આચારેલા છે કે કેમ..? બીજા કોઈ ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ....? કોઈ ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ...? આ ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓને શોધી કાઢવા, વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી, દિન ૧૦ ના પોલીસ રિમાન્ડ મેળવી, વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે..

(1:11 pm IST)