Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

માળીયાહાટીના ગળોદર ગામના હાટી દરબાર યુવાનનો પ્રેમ સબંધે ધાકધમકીથી ત્રાસીને આપઘાત

માળિયાહાટીના તા.ર૪ : માળીયાહાટીના તાલુકાના ગળોદર ગામે ધાક ધમકીની બીકથી જગાભાઇ ટીકડા ખાઇને આપઘાત કરેલ છે.

વિગત એવી છે કે ગળોદર ગામના હાટી દરબાર જગદીપભાઇ ભુરાભાઇ સીંધવ (ઉ.૩૦) આશરે ૩ વર્ષ પહેલા ગળોધર ગામનાજ જોસનાબેન જસાભાઇ કોળી સાથે પ્રેમ સબંધ થયેલ હતો અને તેઓ બન્ને મૈત્રી કરારના કાગળો કરી ભાગી ગયા હતા અને ત્યારબાદ તેઓ પાછા આવીને જગદીપભાઇ સીંધવે જોસનાબેનને તેમના પતીને સોપેલા હતા.

ત્યારબાદ જોસનાબેનના પરીવારો (૧) બાબુભાઇ મયુરભાઇ કોળી (ર) તરૂણ બાલુભાઇ કોળી (૩) સવલસ કોળી (૪) કવાભાઇ કાનાભાઇ કોળી આ ચારેય વારંવાર જગદીપભાઇ ધાકધમકી આપતા હતા આ ધમકીથી કંટાળીને જગદીપભાઇ સીંધવે જેરી ટીકડા ખાઇને આપઘાત કરેલ છે એમ જગદીપભાઇ સીંધવના મોટાભાઇ આલીગભાઇ ભુરાભાઇ સીંધવે માળીયા પોલીસમાં  ઉપરોકત ચાર સામે ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:09 pm IST)
  • ગુજરાતમાંથી કેન્દ્રીય કેબીનેટમાં સ્થાન કોને મળશે? : રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનું નામ નિશ્ચિતઃ મનસુખ માંડવીયા, પરષોતમ રૂપાલાનો થઇ શકે છે સમાવેશઃ બંનેને ભાજપ જીતાડવા ભજવી મહત્વની ભૂમિકાઃ જશવંતસિંહ ભાંભોર, રાજયકક્ષાના પ્રધાન પરબતભાઇ પટેલને મળી શકે છે સ્થાન access_time 3:45 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારતભરમાં સૌથી વધુ મત મેળવી નવો રેકોર્ડ સર્જવા તરફ : કેરળની વાયનાડ બેઠક ઉપર કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ૮.૩૮ લાખથી વધુ મતોની જંગી લીડ મેળવી ભારતમાં સૌથી વધુ લીડથી જીતવાનો રેકોર્ડ સર્જશે : જયારે યુપીની અમેઠીની બેઠક ગુમાવી રહ્યા છે access_time 6:40 pm IST

  • આજે સાંજે અંતિમ કેબીનેટઃ ગૃહ ભંગ કરવા ઠરાવ કરશેઃ ત્યારબાદ રાષ્ટ્રપતિને મળી નરેન્દ્રભાઇ રાજીનામું આપશેઃ ૧૬મી લોકસભા ભંગ કરવા ભલામણ કરશેઃ રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યોજોલ રાત્રી ભોજનમાં હાજરી આપશે access_time 1:08 pm IST