Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ગુજરાતના તમામ બોર્ડ-નિગમના ઇ.પી.એસ.૯પ યોજનામાં સામેલ પેન્શનર ભાઇ-બહેનોનું ૧૧મીએ ચોટીલામાં સંમેલન

રાષ્ટ્રીય અધ્યક્ષ અશોક રાઉત આવશે : ૭પ૦૦ માસિક પેન્શન અંગેની લડત..

રાજકોટ, તા. ર૪: કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઇ.પી.એસ.-૯પના યોજનાના તમામ પેન્શનર ભાઇઓ તથા બહેનોને યાદીજોગ હાલમાં ઓછા મળી રહેલા પેન્શનમાં વધારો કરવાના ઉદેશ્યથી રાષ્ટ્રીય આંદોલન સમિતિના અધ્યક્ષશ્રી અશોક રાઉત અને તેમની પુરી ટીમ સતત અથાગ મહેનત કરી રહેલ છે. જેમણે ર૯ કરતા પણ વધુ રાજયો સાથે સંપર્ક કરીને સંપૂર્ણ ભારતના ઇ.પી.એસ. ૯પ યોજનાના પેન્શરોને એક છત્ર હેઠળ લાવીને પેન્શન વધારો કરવાના ધ્યેય સાથે અવિરત પ્રયત્નશીલ છે.

સમિતિ તરફથી રૂપિયા ૭પ૦૦ માસિક પેન્શન તથા નિયમાનુસાર મોંઘવારી ભથ્થું અને તબીબી ભથ્થુ મંજુર કરવા માંગણી કરવામાં આવી રહેલ છે આમ છતાં ભારત સરકાર નવી દિલ્હી તરફથી પેન્શન વધારો કરવામાં વિલંબ થઇ રહ્યો છે તે માટે રાષ્ટ્રીય આંદોલન સમિતિ દ્વારા છેલ્લા ૪ વર્ષથી કાર્યવાહી ચાલુ છે. આપણા દેશની હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ તરફથી પણ આપણી તરફેણમાં ચૂકાદો આવેલ હોવા છતાં હજુ સુધી આપણો પ્રશ્ન હલ થતો નથી. હાલમાં બુલઢાણા મહારાષ્ટ્ર ખાતે છેલ્લા ૧પ૦ દિવસથી ધરણા આંદોલન ચાલુ છે. પેન્શન એ આપણા સર્વેનો પ્રશ્ન હોય એ માટે ઇ.પી.એસ. ૯પ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી આર.સી. પટેલ તથા તમામ બોર્ડ નિગમના આગેવાનો દ્વારા ગુજરાત રાજયના તમામ જીલ્લાઓના ઇ.પી.એસ. ૯પ યોજનામાં સમાવિષ્ટ એસ.ટી. નિગમ, ડેરી નિગમ, વિદ્યુત નિગમ, નોંધાયેલ કંપનીઓ, ફેકટરીઓ, સંસ્થાઓ, ટ્રસ્ટો, પ્રેસ, દૂધ સંઘો, સહકારી બેન્કો, ખેતી બેન્ક વિગેરે તમામ વિભાગના પેન્શનર ભાઇઓ અનેબ હેનો માટેનું મહાસંમેલન તા. ૧૧-૬-ર૦૧૯ના રોજ ચોટીલા ખાતે યોજવામાં આવેલ છે.

આ મહા સંમેલનમાં આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અશોક રાઉત અને સમિતિના રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહી આપણા પેન્શનના પ્રશ્ને વિસ્તૃત માહિતી આપશે.

આ મહા સંમેલનની વ્યવસ્થા તથા આયોજનમાં દૂર દૂરથી આવનાર દકેક સભ્યોના રાત્રી રોકાણ તથા જમવાની વ્યવસ્થા થઇ શકે તે માટે ગ્રુપમાં આવનાર કે એકાદ બે વ્યકિત હોય તો પણ પોતાની વિગત શ્રી આર.સી. પટેલ, મો. ૭૪૦પ૦ ૭૪૦૮૬ અથવા શ્રી મહેન્દ્રભાઇ સાદરાણી મો. ૯૯૭૪૦ પ૯૭પ૪ને વોટસએપથી જ મોકલી આપવા ખાસ વિનંતી.

(11:46 am IST)
  • સેન્સેકસ પ૦૦થી વધુ અપ :નીફટી ૧૧૮૦૦ની ઉપર : શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે તેજીઃ ર.૩૦ કલાકે સેન્સેકસ પ૩૦ પોઇન્ટ વધીને ૩૯૩૪૯ અને નીફટી ૧૭૪ પોઇન્ટ વધીને ૧૧૮૩૧ ઉપર ટ્રેડ કરે છેઃ ડોલર સામે રૂપિયો ૬૯.પ૯ ઉપર છેઃ બેંક-ઓટો શેરમાં તેજી access_time 1:08 pm IST

  • રાજબબ્બરનું રાજીનામુ : યુપીમાં કોંગ્રેસનો ધબડકો થતાં પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધું છેઃતેમણે રાજીનામાનો પત્ર પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીને મોકલી આપ્યો છેઃ તેમણે પરાજયની જવાબદારી સ્વીકારી લીધી છે. access_time 11:32 am IST

  • ઉત્તર ભારત - કર્ણાટકમાં ગાજવીજ સાથે વરસાદ પડશે : તમિલનાડુ- તેલંગણા અને અંદમાનના ટાપુ ઉપર પણ વરસાદની આગાહી : એમ.પી., મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પ્રચંડ હિટવેવ : ગુજરાત, રાજસ્થાન, હરીયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પ.બંગાળ, ઓરીસ્સામાં પારો ૪૦ ડીગ્રીની આસપાસ રહેશે access_time 2:20 pm IST