Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

વાંકાનેરની દીઘલીયા દુધ ઉત્પાદક મંડળીના સભાસદના અકસ્માત વિમા અંગે પ લાખ મંજુર

રાજકોટ તા ૨૪  :  દીઘલીયા ગામના દૂધ ભરતા સભાસદના અકસ્માત વીમા પેટેના ટુંકા ગાળામાં પ લાખ વળતર મંજુર કરાયું હતું. વાંકાનેર તાલુકાનાં દીઘલીયા ગામના વતની તથા શ્રી દીઘલીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના દુધ ભરાવતા સભાસદ ગુજ. ઇલ્મુદીનભાઇ નુરમામદભાઇ શેરસીયાનું તારીખ ૩૧/૦૧/૨૦૧૯ નું વાહન અકસ્માતમાં અવસાન થયેલ.

ગુજ. ઇલ્મુદીનભાઇ નુરમામદભાઇ શેરસીયા શ્રી દીઘલીયા દુધ ઉત્પાદક સહકારી મંડળી દુધ ભરાવતા સભ્ય હતા. શ્રી દીઘલીયા દુધ ઉત્પાદક સહકારી મંડળી શ્રી રાજકોટ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સહકારી સંઘ લીમીટેડ હેઠળ નોંધાયેલી છે. સભાસદોનું અકસ્માતે અવસાન થાય તેવા કીસ્સામાં તેમના વારસદારોને આર્થીક રીતે મદદ કરવાના હેતુથી નેશનલ ઇન્સ્યોરન્સ કંપની તથા ઇક્કો ટોકીયો જનરલ ઇન્સયોરન્સ કંપની પાસેથી રૂપિયા ૫,૦૦,૦૦૦/- (અંકેપાંચ લાખ પુરા) નો અકસ્માત વીમા પોલીસી ઉતારે છે.

ગુજ. ઇલ્મુદીનભાઇ નુરમામદભાઇ શેરસીયા રહે. દીઘલીયા, તા. વાંકાનેર, જી. મોરબીવાળા, શ્રી દીઘલીયા દુધ ઉત્પાદક સહકારી મંડળી, દુધ ભરાવતા સભ્ય હતા. વારસદારોએ આ સ્કીમ હેઠળ કલેઇમ દાખલ કરેલા. આ સ્કીમ હેઠળ સમાવેશ થતો હોય, શ્રી રાજકોટ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સહકારી સંઘ લીમીટેડ કલેઇમ પ્રક્રીયા સંભાળતા ગજેરા તથા ગુજ. ઇલ્મુદીનભાઇ જલાલભાઇ શેરસીયા (અબુ ડાડા)ની અથાગ મહેનતથી તેમના વારસદારોને ટુંકાગાળામાં અકસ્માત વીમા રકમ પેટે રૂપિયા ૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ લાખ પુરા) નો ચેક તેમના વારસદારોને અર્પણ કરેલ. આ કલેઇમ પ્રક્રીયાની કાયદાકીય સલાહ આપવા અકસ્માત વીમા કલેઇમ કેસ નિષ્ણાંત ફરીદમદનીએ પરાસરા (મો. ૯૬૮૭૨ ૩૭૯૯૧/૯૮૨૫૭ ૩૭૯૯૧) રોકાયેલ હતા.

આ અકસ્માાત વીમા પોલીસીનું પ્રિમીયમ શ્રી રાજકોટ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સહકારી સંઘ લીમીટેડ ભરેછે. દુધ ભરાવતા સભ્યો પાસેથી વીમા રાસીનું પ્રીમીયમ  લેવામાં આવતું નથી. આ અકસ્માત વીમા પોલીસીનો સમગ્ર વીચાર આપનાર કેન્દ્રીય માણસ કોઇ હોય તો એ છે શ્રી રાજકોટ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સહકારી સંઘ લીમીટેડના ચેરમેન રાણપરીયા છે.

(11:45 am IST)
  • રાજસ્થાનના સીએમ ગેહલોટ હવે રાહુલ ગાંધીની કરશે મુલાકાત :લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસનો સફાયો થયો છે ત્યારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે access_time 2:06 pm IST

  • રાજધાની ટ્રેનને વધુ ગતિથી દોડાવાશે : મુંબઇ અને દિલ્હી વચ્ચે દોડતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનની મુસાફરીમાં હવે એક કલાક જેટલો સમય પ્રવાસીઓનો બચશ : નવેમ્બરમાં લેવાયેલા ટ્રાયલને રેલવે બોર્ડ દ્વારા લીલી ઝંડી આપી : હવે રાજધાની ટ્રેનને વધુ ગતિથી દોડાવવામાં આવશે access_time 2:08 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારતભરમાં સૌથી વધુ મત મેળવી નવો રેકોર્ડ સર્જવા તરફ : કેરળની વાયનાડ બેઠક ઉપર કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ૮.૩૮ લાખથી વધુ મતોની જંગી લીડ મેળવી ભારતમાં સૌથી વધુ લીડથી જીતવાનો રેકોર્ડ સર્જશે : જયારે યુપીની અમેઠીની બેઠક ગુમાવી રહ્યા છે access_time 6:40 pm IST