Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ગોંડલના દેરડી કુંભાજીની ભાવના જાગાણીની ઝેરી દવા પી આત્મહત્યા

લગ્ન થતા ન હોઇ, તેથી પટેલ યુવતીએ પગલુ ભર્યાનું ખુલ્યુ

રાજકોટ તા ૨૪  :  ગોંડલના દેરડી કુંભાજી ગામમાં રહેતી પટેલ યુવતીએ ઝેરી દવાપી લેતા તેનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ દેરડી કુંભાજી ગામમાં રહેતી ભાવના જયંતીભાઇ જાગાણી (ઉ.વ.૩૦) એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટની ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક ભાવનાના પિતા ખેતી કરે છે, તે એક ભાઇ અને એક બહેનમાં નાની હતી. તેના લગ્ન થતા ન હોઇ ટેન્શનમાં આ પગલું ભર્યુ હોવાનુ પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે. આ અંગે તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. અજીતસિંહ તથા રાઇટર રિતેષભાઇ પટેલે પ્રાથમિક કાગળો કરી ગોંડલ મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:41 am IST)