Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

કુંકાવાવ નજીક ભાયાવદરમાં મકનબાપા સેવાધામમાં તિથિ મહોત્સવ લોકડાયરો યોજાયો

કુંકાવાવ, તા. ર૪ : સમસ્ત રાવરાણી તેમજ ચાવડા પરિવારના આસ્થા કેન્દ્ર ભાયાવદર ખાતે ચામુંડા માતાજીના મઢથી મકનબાપા મંદિર સુધીની શોભાયાત્રા નીકળી હતી. જેમાં બેન્ડવાજાના સંગાથે નાના-મોટા યુવાધન મનમૂકી જુમ્યા હતા. અહીં ભજન-ભોજન-ભકિતના ત્રિવેણી સંગમ બન્યું આ તકે જ્ઞાતિ ઉદ્યોગપતિ ભામાશા એવા શ્રી રાવ, પોરબંદર વિઠ્ઠલભાઇ, અરવિંદભાઇ, હિંમતભાઇ, દિલીપભાઇ, એસ.કે. પટેલ તેમજ ચાવડા પરિવારના અગ્રણીઓ સાથે રાવરાણી પરિવારના અગ્રણીઓ સાથે રાવરાણી પરિવારના રમેશભાઇ, મગનભાઇ, રાજુભાઇ, ચંદુભાઇ, ભરતભાઇ, રસીકભાઇ, હિતેશભાઇ લીંબાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા.

લોકડાયરામાં શાખપુરવાળા હસુબાપુ રામાનંદી  હિંમતભાઇ ચાવડા,શાસવંત લીંબાણી , મકનબાપાના પરચા ભજન-સ્તુતીની અલૌકીક લહેર જગાવી હતી. કલાકારો પર રૂપીયાની છોળ ઉડી હતી. ચાવડા પરિવાર તેમજ રાવરાણી પરિવારના રાખડીબંધ ભુવા એવા સ્વ. વાલજીભાઇ ભીખાભાઇ ચાવડાને શ્રદ્ધાંજલી અર્પવામાં આવી ત્યારે ભાવભીના દૃશ્ય ખડા થયા હતા. સ્વ. વાલજીભાઇના પુત્ર એવા રાજેશભાઇને પરિવારે સ્મૃતિ સ્મરણ સ્વરૂપે ભેટ આપેલ હતી.

છાશના આજીવનદાતા ચંદુભાઇ, રસીકભાઇ, ભરતભાઇ રાવરાણીની ત્રિપુટીને શ્રેષ્ઠ સેવા બદલ જ્ઞાતિબંધુઓએ અભિવાદન કરેલ હતું. સવાયજ્ઞમાં કમલેશભાઇ રાવરાણી (પત્રકાર), સુલ્તાનપુર, મનોજભાઇ ચાવડા, ઋષિવંશી સેવા સંઘ પોરબંદર તેમજ ગોપાલ , પિન્ટુ, રવિ, ભાર્ગવ તેમજ પરિવારના ભાણેજોએ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

(11:40 am IST)