Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ગોંડલની શ્રીમતિ યુ.એલ.ડી.કન્યા વિદ્યાલયનું ધો.૧૦નું ઉત્કૃષ્ઠ પરિણામઃ ગ્રાન્ટેડ સંકુલમાં કન્યાઓનું ૯પ ટકા જવલંત પરિણામ

ગોંડલ તા.ર૪ : ગોંડલ લેઉવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતિ યુ.એલ.ડી.કન્યા વિદ્યાલયમાં ગ્રાન્ટેડ શાળામાં ધોરણ ૧૦નું પરંપરાગત ૯પ ટકા પરિણામ સાથે કન્યાઓની ધમાકેદાર સફળતા સાથે સંકુલમાં પ્રથમ નં. ખુશી વી.રાખોલીયા, ૯૮.૮૬ પી.આર. સેકન્ડ નં.સ્મિતા આર. પડશાળા ૯૮.૩પ પી.આર. અને થર્ડ નંબર નેત્રા આર.ભેસાણીયા, ૯૮.ર૯ પી.આર.સાથે જવલંત સફળતા પ્રાપ્ત કરેલ છે.

વિઠ્ઠલભાઇ ધડુક જણાવેલ કે વર્તમાન સમયમાં કન્યા  કેળવણીને ઉત્તેજનએ આજના સમયની તાતી જરૂરીયાત છે.ે અને સાથે-સાથે કન્યાઓનો શિક્ષણ સાથે વ્યકિતત્વ વિકાસ નેતૃત્વ તાલીમ, અને શુષુપ્ત શકિતઓની ઓળખ કરી નિડર બને અને ભવિષ્યમાં આવતા તમમ પડકારોનો સામનો કરી શકે તેવા ગૌરવ શાળી શિક્ષણ કન્યાઓ પ્રાપ્ત કરે એ લક્ષ્ય હોવું જોઇએ, આ સાથે ગોરવશાળી સફળતા બદલ  સંસ્થાના પ્રમુખ વિઠ્ઠલભાઇ ધડુક તથા સમગ્ર ટ્રસ્ટી ગણ આચાર્ય શિક્ષક ગણ અને સમગ્ર સંકુલના કર્મચારી ગણ ઉત્કર્ષ પરિણામ બદલ હર્ષની લાગણી અનુભવે છ.ે

કન્યા કેળવણી ખરા અર્થમાં સાર્થક બને એ સંસ્થાના પ્રમુખ વિઠ્ઠલભાઇ ધડુક તદ્દ ઉપરાંત સંકુલમાં આંતર રાષ્ટ્રીય કક્ષાનું રમત - ગમતનું સંકુલ ભવ્ય પુસ્તાકાલય અને વર્તમાન સમયને અનુરૂપ સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન, કેરીયર માર્ગદર્શન સેમિનાર અંગ્રેજીના વર્ગો અને સર્વાગી વિકાસ માટે જુદી - જુદી પ્રવૃતિઓ દ્વારા સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. આ સંકુલમાં માત્ર નજીવી હોસ્ટેલ ફીમાં હાઇટેક કક્ષાની સુવિધા શિક્ષણ અને હોસ્ટેલમાં આપવામાં આવે છે. જેથી ભવિષ્યમાં સ્વનિર્ભર આત્મ વિશ્વાસુ અને નિડર બને એ માટે તમામ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવે છે. સંકુલમાં માત્ર સામાન્ય ફી જ વસુલવામાં આવે છે અનેે શૈક્ષણિક કોઇપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.

(11:39 am IST)
  • ગુજરાતમાંથી કેન્દ્રીય કેબીનેટમાં સ્થાન કોને મળશે? : રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનું નામ નિશ્ચિતઃ મનસુખ માંડવીયા, પરષોતમ રૂપાલાનો થઇ શકે છે સમાવેશઃ બંનેને ભાજપ જીતાડવા ભજવી મહત્વની ભૂમિકાઃ જશવંતસિંહ ભાંભોર, રાજયકક્ષાના પ્રધાન પરબતભાઇ પટેલને મળી શકે છે સ્થાન access_time 3:45 pm IST

  • દેશભરના ભાજપના તમામ ચૂંટાયેલા ઉમેદવારોને દિલ્હીનું તેડું સંભવત આજે જશે દિલ્હી: પક્ષ તરફથી તમામને દિલ્હી જવાનું ફરમાન કરવામાં આવ્યું access_time 2:16 pm IST

  • રાજબબ્બરનું રાજીનામુ : યુપીમાં કોંગ્રેસનો ધબડકો થતાં પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધું છેઃતેમણે રાજીનામાનો પત્ર પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીને મોકલી આપ્યો છેઃ તેમણે પરાજયની જવાબદારી સ્વીકારી લીધી છે. access_time 11:32 am IST