Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

જુનાગઢ સ્વામિનારાયણ સુર્વણ મુખ્ય મંદિરે પાટોત્સવમાં કોઠારી પ્રેમસ્વરૂપદાસજીનું સન્માન

જુનાગઢ : જવાહર રોડ સ્થિત સ્વામિનારયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે રાધારમણદેવનો ૧૯૧મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો હતો જે અંતર્ગત કથા પારાયણમાં મંદિરના કોઠારી શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી તેમજ ગોપાલચરણદાસજીના વકતાપદે અસંખ્ય હરિભકતોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. દરમ્યાન ખોડીયાર યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ સંચાલિત ખોડીયાર સીનીયર સીટીઝન મંડળના પ્રમુખ હરસુખભાઇ પાલા, શૈલેષભાઇ પંડયા તેમજ રાજુભાઇ પંડીત આ મંડળના શુભારંભ માટે શ્રી સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી કથાના વકતા પુ. પ્રેમસ્વરૂપદાસજીનું સાલ ઓઢાડી ફુલનો ગુલદસ્તો આપી સન્માનિત કરતા તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ- વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા)

(11:39 am IST)