Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ઉનામાં મહિલા સાથે સામૂહિક બળાત્કારઃ મોબાઇલ શુટીંગ કરીને ધમકી

રવિ તથા ર અજાણ્યા શખસો સામે પોલીસ ફરીયાદઃ કોડીનારની મહિલાને ફોન ઉપર બોલાવ્યા બાદ વાડીએ બાઇક ઉપર લઇ ગયા

ઉના તા. ર૪ : ઉનાની દ્રોણ સીમમાં કોડીનારની મહિલાને ૩ શખ્સો બાઇક ઉપર અપહરણ કરીને સામુહિક બળાત્કાર કર્યાની પોલીસ ફરીયાદ ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છ.ે

કોડીનારની પીડિત મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવેલ કે રવિ નામનો શખસ તથા સાથે ર અજાણ્યા શખશોએ કોડીનારથી ઉના બોલાવીને રવિએ પોતાના બાઇક ઉપર બેસાડીને દ્રોણ સીમમાં વાડીએ લઇ જઇને  એક રૂમમાં ગોંધી રાખી ત્રણેય શખ્સોએ બળાત્કાર કરીને મોબાઇલ શુટીંગ કરીને પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાખવાની ધમકી આપી હતી.

આરોપીઓ સામે કલમ ૩૭૬ (ડી) ૩૪ર, ૩ર૩, પ૦૬ (ર), ૧ર૦ (બી) મુજબ ગુન્હો નોંધ્યો છે વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.ગોહીલ ચલાવી રહેલ છે.

(11:43 am IST)