Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ભાવનગર યુનિવર્સિટીનો ૪૨મો જન્મદિન

ભાવનગર તા.૨૪: ભાવ રેસીડેન્સીયલ યુનિવર્સિટીએ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું એક સ્વપ્નુ હતુ આ માટે તેમણે પર્યાપ્ત   જમીન ફાળવેલી હતી. પરંતુ રાજકીય કાવાદાવા અને ભાવનગરની નબળી નેતાગીએ આ સ્વપ્નુ અધુરૂ રાખ્યુ જે તે સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અસ્તીત્વમાં આવી એને તેનુ વડુ મથક રાજકોટ અપાયુ અને નામ ખાતર કુલનાયકની જગ્યા ભાવનગરને આપી સૌરાષ્ટ્ર યુનિ.નુ ઉપ મથક ભાવનગર રખાયું. ભાવનગરને વડુ મથક બનાવવા ઉગ્ર આંદોલનો વિદ્યાર્થીનેતાએ કર્યા તત્કાલીન  રાજકીય આગેવાનોને બરોબટના ભીસમા લીધા અને તા.૨૪-૫-૧૯૭૮ના રોજ કાયશની રૂએ ભાવનગર યુનિવર્સિટી અમલમાં આવી.

આજે ૨૪-૫-૨૦૧૯ના રોજ ભાવ.યુનિ.જે. બેચાર વર્ષ પહેલા ભાવનગરના કેટલાક બનુડા સેનેટ સભ્યોના પ્રયત્નોથી નવા નામ સાથે ''મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ભાવનગર યુનિ. ૪૧-વર્ષ પુર્ણ કરી ૪૨માં વર્ષમાં પ્રવેશશે.

આ યુનિ.ના આરંભકાળે શરૂઆતના ૧૫-૨૦ વર્ષના ગાળામાં આવેલા સાથા અર્થમાં જેને શિક્ષમ કારો કરી શકાય તેવા ડો.રમણભાઇ ત્રિવેદી, ડો.આઇ.જે.ધૃવ, શ્રી ડોલરભાઇ વસાવડા, સાંપન્ટીસ્ટ ડો વિનયકાંન્ત શાહ, ડો.નીરંજનભાઇ દવે, ગાયત્રી પ્રસાદ ભટ્ટ, ડો.વિદ્યુત જોષી, ડો.બી.કે.ઓઝ, અને ડો.નરેશ વેદ ૨૦૦૫ પછી ભાવ.યુનિ.માં બધા રાજકીય સુબાઓની નિમણુકો થવા મોડી જેના કારણે ભાવ યુનિ. વિકાસની ટ્રસ્ટીએ ૨૦ વર્ષ પાછળ પડી ગઇ. ૨૦૦૭મા આવેલ ''નેક''  ની ટીમે આ યુનિ.ને ''બી''ગ્રેડ આપ્યો-૨૦૧૨માં આગ્રેડની મુદત પૂર્ણ થઇ ૨૦૧૪માં ફરી નેકના પ્રમાણી કરણ માટે યુનિ.એપ્લાઇ થઇ અંન્તે ૨૦૧૭માં ''નેક''ની ટીમે આ યુનિ.ને ''સી''ગ્રેડ આવ્યો છે હવે અત્યારના સજોગોમાં યુ.જી.સી.ના નિયમોને આધીન ''સી''માંથી અપગ્રેડ થઇને ''B'' અથવા ''BX''ગ્રેડ ન મળેતો યુનિ. ph.d અને m pir ડીગ્રી નહી આપી શકે અને ડેવલપમેન્ટ ગ્રાન્ટ અટકી પડશે તેવા સંજોગો ઉભા થયા છે ત્યારે આજે ૧૧૭ કોલેજો, ર૧ પોસ્ટ ગ્રેજયુએટ ભવનો, પ૯ પીજી સેન્ટરો, ૩ર ડીપ્લોમાં પીજી અભ્યાસક્રમ સેન્ટરો રાજય અને રાષ્ટ્રીયસ્તરની એપ્રુવ્ડ અને રેકેગ્નાઇઝ સંસ્થાઓ અને ર૭ જેટલી એકસ્ટેન્શન સર્વિસ સેન્ટરોના જોડાણ ધરાવતી આ યુનિ. સર્વ ક્ષેત્રે વિકાસના નામે અનેક રીતે પાછળ રહી ગયેલ છે.

ત્યારે તાજેતરમાં વિકાસની ચેલેન્જ લઇને આવેલા આ યુનિ.ના ૧પ માં કુલપતિ ડો. મહીપતસિંહ ચાવડાએ આ યુનિ.ને એક લેવલની યુનિ. પ્રસ્થાપીત કરવા કવાયત હાથ ધરી છે. જેમાં યુનિ.ને નાણાકીય સધ્ધરતા બક્ષવા, નેકનો ઉચ્ચતમ  ગ્રેડ હાંસીલ કરવા યુનિ. ભવનના વડાઓને કમર કસવા ભર્યો છે. મહા વિદ્યાલયમાં એવું વાતાવરણ ઉભુ કરવાના પ્રયાસો સઘન રીતે હાથ ધર્યો છે કે વિદ્યાર્થીને આ યુનિ. છોડી બીજે જવુ ન પડે. વિવિધ સ્તરના પ્લેસમેન્ટ સેલને રીએકટીવ કર્યો છે. પરીક્ષામાં ચાર સ્તરીય સુપર વીઝન સીસ્ટમ ઉભી કરી શૈક્ષણીક સ્તર ઉકેલાના પ્રયાસો હાથ ધર્યો છે. પ્રવેશ અને પરીક્ષાના પરીણામો ના પ્રશ્નો સુધારવા લક્ષ સાઇડ છે. એપ્રિલથી યુનિ.ની નિયમીત પરીક્ષાઓ લેવાય અને જુનના પ્રારંભે પરીણામો જાહેર થાય તેવાઆયોજનો હાથ ધર્યા છે. સંશોધનનો શૈક્ષણીક પ્રસાધનનો, ગ્રંથાલય અપગ્રેડેશન, રાજય રાષ્ટ્રીય અને આં.રા. સ્તરના સેમીનારો કાર્યશાળા વગેરેનો પ્રોત્સાહક બળ પુરૂ પાડનારા આયોજન હાથ કરી યુનિ.ના આઇકયુ, એસી ના માળખાને દમદાર બનાવ્યું છે. આમ આ નવોઢા કુલપતિ ચાવડા દ્વારા જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમાં રાજય સરકારનો યોગ્યસધીયારો પ્રાપ્ત થશે તોયુનિ. વિકાસના પાછલા ર૦ વર્ષના ગાળામાંથી બહાર આવી નેકનું યોગ્ય ગ્રેડેશન પ્રાપ્ત કરી શકશે અને તેના ૪ર માં વર્ષમાં પુર્ણ કળાએ ખીલશે.

(11:35 am IST)
  • કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા વાડ્રા ગાંધીએ કહ્યું હતું કે, અમે જનતાના ફેસલાનો સ્વીકાર કરીએ છીએ અને વડાપ્રધાન મોદી અને ભાજપના કાર્યકર્તાઓને જીતની શુભેચ્છા આપીએ છીએ. access_time 10:17 pm IST

  • દેશભરના ભાજપના તમામ ચૂંટાયેલા ઉમેદવારોને દિલ્હીનું તેડું સંભવત આજે જશે દિલ્હી: પક્ષ તરફથી તમામને દિલ્હી જવાનું ફરમાન કરવામાં આવ્યું access_time 2:16 pm IST

  • જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા આદેશ :સુરતની દુર્ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા : જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા મનપા કમિશનરનો આદેશ: મનપામાં આવતીકાલે અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઇ: ફાયર સેફ્ટી અંગે સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ :આવતીકાલથી તમામ સંચાલકો વિરૂદ્ધ કરાશે કડક કાર્યવાહી access_time 10:10 pm IST