Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ભાવનગરના વિકટોરીયા પાર્કને ૧૩૨ વર્ષ પુરા

ભાવનગર  :  તા. ૨૪ ૧૮૮૮ ના રોજ ઇંગ્લેન્ડના મહારાણી વિકટોરીયાને ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ ભેટમાં આપેલ ૫૦૨ ચોરસ એકરમાં પથરાયેલ એશિયાનું બીજા નંબરનું '' શહેરસ જંગલ'' વિકટોરીયા પાર્કનો આજે ૧૩૧મો જન્મ દિવસ છે. આ રમણીય જંગલ ૧૩૨માં વર્ષમાં પ્રવેશશેઃ ૨૦૧૨ ના પ્રજાસતાક દીનની ઉજવણી નિમીતે ગુજરાતના મુખ્યમંત્રી આ શહેર વચ્ચેના જંગલને જોઇ ભારે પ્રભાવીત થતા. આ જંગલના વિકાસ અને સંવર્ધન માટે ૧૪ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી. આ જંગલના વિકાસની વધુ જવાબદારી જંગલ ખાતાને હવાલે મુકતા અનેક વિધ વિકાસના કામો હાથ ધરાયા છે. પાર્કની બરોબર વચમાં આવેલ કૃષ્ણકુંજ તળાવની ફરતા વકરેલા ગાંડા બાવળના જંગલો દુર કરી પાકો પાળો અને પથ્થરનું ટીચીંગ કામ કરી તળાવને સુંદરતાનો ઓપ આપ્યલ છે. અહીં આજે બર્ડસેન્ચુરીએ સ્થાન લીધુે છે. વિવિધ કીંમતી આયુર્વેદીક અને અન્ય વનસ્પતિ ઉગાડવા સાથે આ પાર્ક આજે એશીયાનું બીજા નંબરનું અલગ જંગલનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ જંગલનો આરોગ્ય અને ઓૈષધી પાર્ક, આયુર્વેદમાં સંશોધનનીયઓૈષધી પાર્કનું છોટુ હિમાલય જંગલ સાબીત થયું છે. લુપ્ત થતી જતી વનસ્પતીઓ રૂખડલ, રગતરાયડો, ચંદન, શિવલીંગ શતુનાગકેસર, વાપવરણો, પુત્રજવા, બજોરૂ, શતાવટી, બોરસલ્યા જેવી વનસ્પતીઓ આજે આ વનમાં ખાસા પ્રમાણમાં ઉગી નીકળી છે.

ભાવેણાના પ્રજાવાત્સલય રાજછી કુષ્ણકુમાર સિંહજીએ ૨૪-૫-૨૦૧૨ ને જેઠ સુદ બીજનાદીને આ શહેરી જંગલનો ૧૦૧મો જન્મદીન ઉજવયો, ત્યારે કાઠીયાવાડના તત્કાલીન કાર્યકારી પોલીટીકલ એજન્ટ લેફટનન કર્નલ એચ.એલ.નટ અને શ્રીમીતી નટ નાહસ્તે પ્રથમ વૃક્ષા રોપણ કરાવી, ગોૈરીશંકર સરોવરનાકાંઠાળ વિસ્તારમાં ૫૦૪ ચો. એકરમાં ૪૫૦૦ જેટલા વિશ્વ શ્રેષ્ઠ વનસ્પતીઓનું વાવેતર કરાવી જંગલ વિસ્તરણ કરાવેલ, જયાં આજે પર્યાવરણ કરી ઇસ્કોન કલબ અને કાળીયાબીડ વસાહતે સ્થાન લીધું છે.

(11:34 am IST)
  • વર્લ્ડકપ : ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમશે : ૧૬ જૂને પાકિસ્તાન સામે ભારતીય ટીમ તેની સૌથી હાઈપ્રોફાઈલ વન-ડે મેચ રમશે : ભારત હોટફેવરીટ access_time 3:54 pm IST

  • મધ્ય પ્રદેશની ભોપાલ સીટ પરથી હાર બાદ કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, અમે જનતાનો મેન્ડેટ સ્વીકારીએ છીએ access_time 10:17 pm IST

  • દિલ્હીમાં સૂપડાસાફ થતા આપના સંયોજકપદેથી અરવિંદ રાજીનામુ આપ્યાના અહેવાલ :દિલ્લીમાં પણ ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કર્યા:આમ આદમી પાર્ટીનો પણ સજ્જડ પરાજય : હારના પગલે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદેથી રાજીનામુ આપ્યુ હોવાના અહેવાલ access_time 2:16 pm IST