Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

અલંગ મરીન પોલીસને જોઇ ભાગી ગયેલ હોડી સરતાનપર બંદરથી મળી

હોડીનો માલિક અશોક મકવાણા શુકામ ભાગી ગયો તેની તપાસ ચાલુ : પી.એસ.આઇ. મહેશ્વરી

ભાવનગર તા. ૨૪ : જિલ્લામાં તળાજાને વિશાલ દરિયા કિનારો મળ્યો છે. અલંગ સોસિયા યાર્ડ નજીકમાં ધમધમે છે. આતંકીઓ દરિયાના દ્વારનો લાભ ન લે તે માટે પોલીસ સતર્ક છે ત્યારે ગઈકાલ લાખનકા નજીક જોવા મળેલ હોડી પોલીસ ને જોઈ ખલાસી હંકારી જતા આજે એ હોડી સરતાનપર બંદર કિનારેથી મળી આવેલ.

ઘોઘાથી લઈ તળાજા મહુવા અને છેક જાફરાબાદ સુધી માછીમરોની વચ્ચે દેશી ચચિયાઓ દરિયાને ઘમરોળી રહ્યા છે. અલંગ શિપ યાર્ડ ખાતે આવતા ડેડ વેસલને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. અનેક કિસ્સા ઓ નોંધાયેલ છે.એ ઉપરાંત પરિસ્થિતિ ને અનુલક્ષી રાજય અને જિલ્લાની સુરક્ષા એજન્સીઓ પણ દરિયા કિનારે રહેતા અને દરિયો ખેડતા લોકોને દેશ હિત ખાતર જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહી છે.

જેમાં ગઈકાલ એ અલંગ મરીન પોલીસને લાખનકા નજીક એક હોડીની હિલચાલની માહિતી મળતા પોલીસ એ દોડી જઇ હોડી કિનારે લાવવા ખલાસીને ઈશારો કરેલ પણ ખલાસી હોડી લઈ નીકળી ગયો હતો. જેને લઈ પોલીસ એ હાથ ધરેલ તપાસમાં આજે તળાજાના સરતાનપર બંદર ખાતેથી હોડી મળી આવેલ. એ હોડી મૂળ સરતાનપરના અને હાલ અશોક મીઠા મકવાણાની હોવાનંુ ખુલવા પામેલ છે. મરીન પો.સ.ઇ. મહેશ્વરી એઙ્ગ શખસને ઝડપી પૂછપરછ કરવામાં આવશે. હાલ તો માત્ર માછીમારીની જાળ હોડીમાંથી મળી આવેલ છે.

(10:29 am IST)