Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ભાવનગરમાં આઠ વર્ષની બાળાનો પીછો કરતા શખ્શને ટોળાએ ઝડપી લઇ પોલીસ હવાલે કર્યો

બાળાનો પીછો કરતા તેના ઘરમાં પહોપચીને આટાફેરા કરવા લાગ્યો

 

ભાવનગરઃ શહેરમાં છેલ્લા 5 દિવસથી ટ્યુશન ક્લાસમાં જતી 8 વર્ષીય માસુમ બાળકીનો પીછો કરતા શખ્સને ટોળાએ ઝડપી પોલીસને સુપરત કર્યો હતો. શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

  મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના પરા વિસ્તારમાં રહેતી એક આઠ વર્ષીય માસૂમ બાળા તેના ઘરેથી ભાવનગર રાજકોટ રોડ પર આવેલા ટ્યુશન ક્લાસમાં જતી હતી. તે દરમિયાન છેલ્લા 5 દિવસથી જેલ રોડ પર આવેલી શ્રમ નીકેતન સોસાયટીમાં રહેતો દેવેન્દ્ર બાબુભાઇ બિલ નામનો શખ્સ તેનો પીછો કરતો હતો, જેના કારણે બાળા ભયભીત હતી.

રમિયાન મંગળવારે શખ્સે બાળાને ઉભી રાખી પોતાનો મોબાઈલ નંબર આપી તેણીનો મોબાઈલ નંબર મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું નહીં પીછો કરતા તેના ઘર સુધી પહોંચીને આંટાફેરા કરવા લાગ્યો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક લોકોએ રોડ રોમિયોને ઝડપી લીધો હતો. તેમજ નિલમબાગ પોલીસને સુપરત કર્યો હતો. બનાવના પગલે માસૂમ બાળાના માતાની ફરિયાદ લઇ દેવેન્દ્ર વિરોધ પોલીસે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી છે.

(11:06 pm IST)