Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સિંહનાં બચાવ માટે સરકારે કમરકસી ''ઓપરેશન લાયન'' અમલી શરૂ કરશે

ગેરકાયદે સિંહ દર્શન પર રોક લગાવવા જરૂરી તમામ પગલા લેવાશે

 રાજકોટ, તા.૨૪: ગીરમાં સિંહોની વસ્તી વિસ્તરતા સિંહોનુ સંરક્ષણ કરવા વનવિભાગ સતર્ક બન્યુ છે. ખાસ કરીને ઢોર બાંધીને ગેરકાયદેસર સિંહ દર્શન રોકવા વનવિભાગ કમર કસી રહ્યુ છે. સિંહોને બચાવવા વનવિભાગ દ્વારા ઓપરેશન લાયનનો અમલ શરૂ કરાશે.

બૃહદ ગીરમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને પોરબંદરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણ તબક્કામાં ઓપરેશન લાયન યોજના અમલી કરાશે. બીટ રાઉન્ડ સ્ટાફને પેટ્રોલિંગ માટે હવે મોટર સાયકલ અપાશે. જેગલમાં મોનિટરિંગ ક્ષમતા તેમજ રેસ્કયૂ કામગીરી ઝડપી કરાશે.

ફોરેસ્ટરે મહિને ૧૬૦૦ કિલોમીટર તો બીટ ગાર્ડે ૧૨૦૦ કિલોમીટરનુ મોનિટરિંગ કરવુ પડશે. જંગલ વિસ્તારનાં ૮ હજાર કુવાઓ પર પેરાફીટ – પ્રોટેકસન વોલ બનાવવામાં આવશે. સાથે જ વન મિત્ર યોજના પણ અમલમાં મુકાશે. વધુમાં ગેરકાયદે સિંહ દર્શન પર રોક લગાવવા તમામ જરૂરી પગલા લેવાશે.

(4:13 pm IST)