Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

લાખો ટન મગફળીના નિકાલ માટે કાલે ગોંડલમાં બેઠકઃ સીંગતેલના ભાવ ઘટશે?

ગોંડલ તા. ર૪ :.. રાજય સરકારે ખેડૂતોને પ્રોત્સાહન આપવા ટેકાના ભાવે ખરીદેલી લાખો ટન મગફળીના નિકાલની વ્યવસ્થા કરવા આવતીકાલે સવારે ૧૧ વાગ્યે ગોંડલમાં કૃષિ મંત્રી આર. સી. ફળદુ અને  સરકાર તથા સહકાર ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બેઠક મળનાર છે. જેમાં ઓઇલ મીલર્સ એસો.ના હોદેદારોને બોલાવાયા છે.

૮ લાખ ટનથી વધુ મગફળી સરકાર પાસે પડી છે. લાંબો સમય પડતર રહે તો બગડી જવાની ભીતિ છે. સરકાર આ મગફળી ગુજરાત બહાર નિકાલ કરી દેવા માંગે છે. અથવા પીલાણ માટે મીલર્સને  આપવા માંગે છે. કાલે નિર્ણયની સંભાવના છે. જો સરકારની મગફળી પીલાણમાં આવે તો આવતા દિવસોમાં  સીંગતેલના ભાવ ઘટવાની સંભાવના નકારાતી નથી. (પ-ર૪)

(3:56 pm IST)