Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ગોંડલઃ તકતી ઉપર અભદ્ર લખાણ લખતા ર યુવકોને બેફામ માર માર્યો

ગોંડલ : તસ્વીરમાં બન્ને યુવકો નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા. ર૪ : ગોંડલમાં સરકારી હોસ્પિટલ ચોકમાં એક તકતી ઉપર અભદ્ર લખાણના બેનર લગાડી દેવામાં આવતા બે યુવકોને ઢોર માર મારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત મહિતી મુજબ ગોંડલની સરકારી હોસ્પિટલ ચોકમાં એક સમાજ દ્વારા તકતી લગાવવામાં આવી છે જેના ઉપર કોઇએ અભદ્ર લખાણ સાથેના બનેર લગાવી દીધા હતાં.જેથી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને આવી હરકત કરનારા બે શખ્સોને ઝડપી પાડીને માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા જયાંથી તેને સારવાર માટે ગોંડલની હોસ્પિટલમાં ખસેડયા હતા.

જોકે આ બનાવ અંગે કોળી સમાજે કે અન્ય કોઇ જવાબદારોએ હજુ સુધી કોઇ ફરીયાદ કરી નથી. (૮.૧ર)

(3:56 pm IST)