Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કાલે હાર્દિક પટેલ તળાજા તાલુકાનાં મેથાળા ગામની મુલાકાતે : ખેડૂતોના પ્રશ્નો સાંભળશે

ભાવનગર, તા. ર૪ :  તળાજા તાલુકાના દરિયાને અડીને આવેલા મેથળા ગામ નજીક સરકારે દુર્લશતા સેવતા આ વિસ્તારના પંદરેક ગામના ખેડૂતો, ખેત મજુરો, રહીશો દ્વારા સ્વંય ક્ષમદાન અને મળેલ આર્થિક ફંડથી દરિયાના ખારાપાણીને અટકાવવા અને મીઠાપાણીનું સરોવર બંધાય તે માટે ચાલતા બંધારાના નિર્માણ સ્થળે શુક્રવારના રોજ હાર્દિક પટેલ ટીમ સાથે આવી રહ્યો છે. પ્રસાસન દ્વારા હાર્દિકની હીલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. તળાજા-મહુવા તાલુકાને વિશાળ દરીયાકાંઠો મળ્યો છે. પરંતુ કમનસીબે દિર્ધદ્રટિી અને કામઢા નેતાઓના અભાવે, જુડા બોલા ચૂંટાયેલ લોક પ્રતિનિધિઓના પાપે દરિયાઇ વિસ્તારના થવો જોઇ તો વિકાસના બદલે આસપાસની ખેતીલાયક જમીનો, કુવાના મીઠાપાણીને મોટાપાયે નુકશાન થઇ રહ્યું છે. રોજગારી છીનવાતી જાય છે.

સ્થાનિક આગેવાન ભરતભાઇ ભીલ પાસેથી બંધારાને લઇ મળતી વિગતોમાં સિમેન્ટ કોક્રીટન દ્વારા વેગવતુ કામ અત્યારે ચાલુ છે.

બીજી તરફ સરકાર તરફે હજુ પણ બંધારાનું સ્થળ પર કોઇ કામ હાથ ધરવામાં આવ્યું નથી. ભારે આ મામલે તા. રપ શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે હાર્દિક પટેલ, બાબુભાઇ માંગુકીયા, પર્યાવરણ પોપ મહેશભાઇ પંડયા સહિતના બંધારા સ્થળની મુલાકાત લેશે.

દર શુક્રવારે યોજાતી ગૃપ મીટીંગના ભાગ રૂપે હાર્દિક પટેલ સહિતના આવે છે તેમ સ્થાનિક લોકોનું કહેવું છે. જો કે આ સમયે ફરીને આસપાસની જનમેદની એકડી કરવામાં આવે અને લોકોને સંબોધન સાથે સરકાર પર હાર્દિક પ્રહાર કરે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.  પ્રસાશન તરફથી કયો સુખ અપનાવવો તે વિચારણા ચાલી રહી છે. (૯.ર)

 

(12:05 pm IST)