Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

મોટી કુંકાવાવ-બરવાળા બાવળ અને રોડવાવડી ગામની ઘટનાનો ભેદ ઉકેલાયો

વડિયા, તા.૨૪: વડિયા તાલુકાના મોટી કુંકાવાવ ગામે આજ દશેક મહિના અગાઉ તત્કાલ પી.એસ.આઈ.એન.જી.ગોસાઈ રેડ કરતા સિતેર નંગ ઈંગ્લીશ દારૂ પકડી પાડેલ જેમાં આરોપી દ્યનશ્યામ વિરજી લાખાણી (સગર) રહે.મોટી કુંકાવાવ વિદેશી દારૂ સાથે ઝડપી પાડેલ અને ધોરણસરની કાર્યવાહી કરેલ જેમાં ઘનશ્યામેં કહેલ કે આ વિદેશી દારૂ અને સ્વીફ્ટ કાર હરકિસન વીનું આસોદરિયા રહે.મોટી કુંકાવાવ નું નામ ખુલતા જેને વડિયા પી.એસ.આઈ.આર.યુ.ધામા અને વાય.એન.સોલકી, અભેસિંહ મોરી,અશોક સિંહ સહિતના સ્ટાફે નાસ્તા ફરતા આરોપી હરકિસન વીનું આસોદરિયા ને અને તેની સ્વીફ્ટ કાર સાથે બાતમીના આધારે ઝડપી પાડેલ અને કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ ની પોલીસે માગ કરેલ પરંતુ રિમાન્ડ ન મળતા આરોપી હરકિશનને અમરેલી સબ જેલ હવાલે કરેલ વડીયાના બરવાળા બાવળ ગામે વડિયા પોલીસે તા.૧૪.૪.૨૦૧૮ ના રોજ નવ બોટલ વિદેશી દારૂ સાથે બરવાળા ગામનાજ વનરાજ દાદભાઈ વાળા અને કિશન કેશુ પટેલ ને ઝડપી પાડેલ ત્યારે વડિયા પોલીસે આ અંગેની બંને આરોપીઓને પૂછ પરછ કરતા કે વિદેશી દારૂ કયા થી લઈ આવેલ છો તે સમયે બંને આરોપીઓએ નામ આપેલ કે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતો જગદીશ ઉર્ફે જીગ્નેશ રવજી કાછડીયા પટેલ  પાસે થી અવારનવાર વિદેશી દારૂ લાવી વહેંચતા હતા આ અંગે વડિયા પી.એસ.આઈ.આર.યુ.ધામા.એ જગદીશ ઉર્ફે જીગ્નેશ પર ગુન્હો દાખલ કરેલ હતો ત્યારથી આ જગદીશ નાસ્તો ફરતો હતો જેને વડિયા પોલીસે ઝડપી પાડેલ અને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે વડિયા પોલીસે નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને દબોચી લીધેલ

વડિયા તાલુકાના રોડવાવડી ગામે આજ થી એકાદ વર્ષ પહેલા રમેશ જયતિભાઈ ઠુમર ની બારોબાર આવેલ વાડી એ થી બે ભેંસ અને એક પાડરૂ જેની કિંમત એક લાખ અને ત્રીસ હજાર ની વાડીના ફરજાની અંદર થી દીવાલ તોડી ચાર દેવી પૂજકો યુટીલિટી વાહન મા ભરી ગયેલ આ અંગે ની ફરિયાદ રમેશભાઈ ઠુમરે વડિયા પોલિશ સ્ટેશને કરતા તત્કાલ પી.એસ.આઈ.એન.જી.ગોસાઈ અને સ્ટાફ ફરિયાદના આધારે ભેંસ ચોરી ગયેલ દેવીપૂજક આરોપીઓને ઝડપી પાડેલ અને આગળની કાર્યવાહી હાથ ધરેલ જેમાં દેવી પૂજકોએ ભેંસ ચોરી ગયેલની કબૂલાત કરેલ અને તે તમામ ઢોર અમોએ મહેબૂબ ઇસ્માલ પઠાણ (ખાટકી) રહે,પાલીતાણા જી,ભાવનગર ને વહેંચી મારેલ ત્યારથી આ મહેબૂબ ખાટકી નાસ્તો ફરતો હતો ત્યારે આજે વડિયા પી.એસ.આઈ.આર.યુ.ધામા ને બાતમી મળતા ઝડપી પાડેલ અને આગળની કાર્યવાહી હાથ ધરેલ. (૨૩.૬)

(12:04 pm IST)