Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ઉપલેટા પોસ્ટ ઓફિસનાં કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયા

ઉપલેટા,તા.૨૪: ઉપલેટા જી.ટી.એસ લાતી પ્લોટ પોસ્ટ હેઠળ આવતી તાલુકાની ૨૧ જગ્યા પર આવેલી જુદી-જુદી બ્રાન્ચના સહ કર્મચારીઓને સાતમું પગાર પંચના મળતા રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાઇ અચોકકસ મુદત માટે બંધ પાળી તમામ વહીવટી પ્રકિયા બંધ પાળેલા છે.

પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા કેન્દ્ર સરકાર સામે સાતમું પગાર પંચ ન મળતા પોસ્ટલના કર્મચારીઓએ રાષ્ટ્રવ્યાપી હડતાલ આપેલ છે. ત્યારે ઉપલેટા શહેરની લાતી પ્લોટ હેઠળની પોસ્ટ ઓફીસ નીચે આવતી તાલુકાની ૨૧ સહ પોસ્ટ ઓફીસોના કર્મચારીઓ પણ હડતાલને સમર્થન આપી પોતે વહીવટી પ્રકિયા બંધ પાળી હડતાલમાં જોડાયા છે.

તેમજ પોસ્ટ ઓફિસની મેઇન બ્રાન્ચ ખાતે ઘરણા તેમજ સુત્રોચ્ચાર કરી પોતાની માંગણી સંતોષાય તે માટેના પ્રયાસો હાગ ધરી સરકારની નીતી-રીતી સામે વિરોધ નોંધાવેલ હતો. જયારે સમગ્ર તાલુકાના પોસ્ટલ કર્મચારીઓ એકી સાથે હડતાલ પર ઉતરી જતા ગ્રામ્ય લોકોનો સંદેશા વ્યવહાર ઠપ્પ થઇ જતા ભારે મુશ્કેલી સર્જાઇ હોવાનું જાણવા મળેલ છે.(૨૨.૮)

(12:02 pm IST)