Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

અમરેલી-મહુવામાં ઘરફોડ ચોરી કરનાર બાબરા રહેતા બે પરપ્રાંતિય શખ્સોને ઝડપી લેતી પોલીસ

ભાવનગર, તા.૨૪: છેલ્લા ધણા સમયથી મહુવા તેમજ આજુબાજુના વિસ્તારમાં ધરફોડ ચોરીના બનેલ બનાવો અનુંસંધાને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી માલ  મહુવા વિભાગના અધિક પોલીસ અધિક્ષક  બી.યુ.જાડેજા સાહેબ ની સીધી સુચના તથા મહુવા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી.એસ.એમ. વારોતરીયા માર્ગદર્શન હેઠળ મહુવા પો.સ્ટે થયેલ ચોરીની ફરીયાદો દાખલ થતા તેમજ અન્ય સોસાયટી વિસ્તાર અક્ષરવિલા એપાર્ટમેન્ટ, શ્રીજી હાઇટસ એપાર્ટમેન્ટ, જગજીવન સોસાયટી, ગોકુલદ્યામ સોસાયટી,શીવનગર વિગેરે વિસ્તારમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીનો તરખાટ મચાવતી ગેંગ સકિય થયેલ હોય જે અનુંસધાને ચોરી કરતી ગેંગને પકડી પાડવા મહુવા અધિક પોલીસ અધિક્ષકશ્રી બી.યુ.જાડેજાની સીધી સુચનાથી નાઇટ રાઉન્ડ ની ફરજો અસરકારક કરેલ જેથી મહુવા ડિ.સ્ટાફના હેઙ.કોન્સ જીવણભાઇ આહિર તથા પી.આર.ગોહિલ તથા બી.બી.ગુજજર તથા ઓમદેવસિંહ ઝાલા તથા બનેસંગભાઇ મોરી તથા નરેશભાઇ બારૈયા તથા બનેસંગભાઇ મકવાણા તથા હામુભાઇ ભાદરકા તથા રધુવીરસિંહ ગોહિલ તથા નાનુભાઇ ચેલાણા તથા વિરૂભાઇ પરમાર તથા મહેશભાઇ બારોટ તથા પાતાભાઇ ગઢવી અને મહુવા પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો તેમજ ગ્રામ રક્ષક દળ (જી.આર.ડી) તેમજ એસ.આર.ડી (સાગર રક્ષક દળ) ને ખાસ સધન નાઇટ પેટ્રોલીંગ ફરવા માટે સુચના આપેલ જે અન્વયે  શકાદાર પકડી પાડેલ જે પૈકી નં(૧) વિકમસિંહ સરનસિંહ રાવત રહે. ગામ ભીમ પીપલી તા.ભીમ જી.રાજસમત રાજય રાજસ્થાનવાળો તથા નં(૨) સતપાલસિંગ સતનામસિંગ ટાંક રહે. બાબરા જી.અમરેલીવાળો હોવાનું જણાવેલ.

આ કામે પકડાયેલ આરોપીઓએ નીચે મુજબ ધરફોડ ચોરીઓ કરેલાની કબુલાત આપેલ છે. મહુવા શીવનગર તથા જગજીવન સોસાયટી તથા હાઇવે રોડ પર શ્રીજી હાઇટસ એપાર્ટમેન્ટમાં ધરફોડ ચોરી કબુલાત કરેલ. મહુવા જે.કે.નગર તથા મહાદેવનગરમાંથી જુદા-જુદા સમય સ્થળેથી બે મોટર સાયકલ ચોરીની પણ કબુલાત કરેલ.  મહુવા પો.સ્ટે વિસ્તારમાં બે મોટર સાયકલ ચોરી કરેલાની કબુલાત કરેલ છે.

આજથી આશરે એક મહિનો પંદર દિવસ પહેલા અમરેલીની બહારની સોસાયટીમાં ત્રણ ધર તુડેલ એક ધરમાં એક સોનાનું પેન્ડલ તથા થોડા રૂપિયા અને બીજા ધરમાંથી રોકડ રૂપિયા ૨૦,૦૦૦/-ની ચોરી કરેલ.

નં-૧ના બનાવના બે દિવસ પછી અમરેલી કોલેજ પાસેના વાડી રોડ ઉપર કોલેજની આજુબાજુ સોસાયટીમાં જુદાજુદા ચાર ધરના તાળા તોડેલ જેમાંથી (૧) ધરમાંથી આશરે ૪૦૦૦/-રોકડા બીજા ધરમાંથી ૩૦૦૦/-રોકડા અને ચોથા ધરમાંથી સ્ત્રીના પગના જાંજર અને રૂ.૫૦૦૦/- રોકડા રૂપિયા ચોરી કરેલ

નં-૨ ના ત્રણ દિવસ પછી રધુનાથ સોસાયટી અમરેલીમાં ચાર મકાનના તાળા તોડલ જેમાંથી (૧)ધરમાંથી સોનાના બીસ્કીટ અને રોકડ રૂપિયા ૩૦૦/-તથા નં(૨) ધરમાંથી રોકડ રૂપિયા ૫૦૦૦/-અને ચોથા ધરમાંથી ૨૦,૦૦૦/- રોકડા રૂપિયા ચોરી કરેલ. નં-૩ પછી બે-ત્રણ દિવસ પછી અમરેલીમાં જેસીંગ પરાની પાછળ શેરીમાં એક નળીયાવાળુ મકાન જેમાંથી સોનાની બુટી, પગના જાંજર રોકડ રૂપિયા ૧૨૦૦૦/-અને અકે તાળા વગરના મકાનમાંથી ચાંદીનું બેસલેટ અને ચાંદીના જાંજર, રોકડ રૂપિયા ૪૦૦૦/- રોકડા રૂપિયા ચોરી કરેલ આમ અમરેલી જીલ્લામાં કુલ ૧૪ ધરડોફ ચોરીની કબુલાત આપેલ.

આમ મહુવા તથા અમેરલીમાં ધરફોડ ચોરી કરતી ગેંગેને પકડી પાડવામાં સફળતા મળેલ છે.(૨૨.૬)

(11:59 am IST)