Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ડેલહાઉસી હિમાચલ પ્રદેશ ખાતે નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ માઇનસ ૪ ડીગ્રી સેલ્સીયસ તાપમાનમાં ૧૮૦૦૦ ફુટ ઉંચાઇ ઉપર આઇસ ટ્રેકીંગ કરી ભાવનગરનું ગૌરવ વધાર્યું

ભાવનગર, તા. ર૪ : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની વિદ્યાર્થીનીઓએ ડેલહાઉસી-હિમાચલ પ્રદેશ ખાતે ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

નંદકુંવરબા મહિલા કોલેજ વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યક્રમો કરે છે જેના ભાગરૂપે વિદ્યાર્થીનીઓમાં સાહસિકતા વધે તે હેતુથી કોલેજની ૪પ વિદ્યાર્થીનીઓએ ડેલહાઉસી-હિમાચલ પ્રદેશ ખાતે કોલેજ દ્વારા આયોજીત ટ્રેકીંગ કેમ્પમાં ભાગ લીધો હતો.

આ ટ્રેકીંગ કેમ્પ દરમ્યાન ડેલહાઉસીના નિમકૂંડા ખાતે ૧૮૦૦૦ ફુટની ઉંચાઇ ઉપર આઇસ ટ્રેકીંગ કરીને સાહસિકતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું.

સામાન્ય રીતે આટલી ઉંચાઇ ઉપર હવા પણ પાતળી થઇ જાય છે અને ઓકસીજનની પણ કમી હોય છે. છતાં પણ સાહસિકતાનું ઉદારણ પુરૂ પાડીને માઇનસ ૪ ડીગ્રી સેલ્સીયસમાં હિમ્મતથી સફળતા પૂર્વક આઇસ ટ્રેકીંગ પૂર્ણ કરીને કોલેજનું ગૌરવ વધાર્યું હતું.

આ સમગ્ર ટ્રેકીંગ કેમ્પ દરમ્યાન વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન કોલેજના પ્રોગ્રામ ઓફીસ શૈલેન્દ્રસિંહ ગોહીલ અને પ્રાધ્યાપક નીકિતાબાનુ ગાગનાણીએ આપ્યું હતું.

આ વિદ્યાર્થીનીઓને કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ, ડાયરેકટર રવિન્દ્રસિંહ સરવૈયા અને સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવેલ હતાં. (૮.પ)

 

(11:58 am IST)