Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ધોમધમખતા તાપમાં ઠંડક આપવા પ્રેરણા રૂપ કાર્ય

વાંકોનર શહેર પોલીસે હજારો લોકોને ઠંડી છાસ પીવડાવી : ૪ કલાક વિતરણ કર્યુ

વાંકાનેર, તા. ર૪ : વાંકાનેર શહેર પોલીસના અધીકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા અત્રેના ચાવડી ચોકમાં મંડપ નાખી ધોમધખતા તાપ વચ્ચે રસ્તે પસાર થતા હજારો લોકોને ઠંડી અને મસાલેદાર છાસ (નિઃશુલ્ક) પીવડાવી લોકોના કાળજે ઠંડક આપી છે.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુરક્ષા સેતુ અંતર્ગત વાંકાનેર શહેર પોલીસ પરિવાર દ્વારા વિનામૂલ્યે છાસ વિતરણનો કાર્યક્રમ ચાવડી પોલીસ ચોકી પાસે યોજાયો હતો.

છાસ વિતરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન વાંકાનેર ભાજપના મોભી અને પૂર્વ નગરપતિ જીતુભાઇ સોમાણીના વદર હસ્તે કરવામાં આવ્યું હતું આ વેળાએ મોરબી જીલ્લા ભાજપના અગ્રણી ઇન્દુબા જાડેજા, વાંકાનેર શહેર પોલીસના પી.આઇ. બી.ટી. વાઢીાય, પી.એસ.આઇ. એમ. જે. ધાંધલ, હે. કો. નજુભાઇ મસાકપુત્રા, ડી-સ્ટાફના રાજેન્દ્રસિંહ, જૈન સમાજના અગ્રણી મુકુંદરભાઇ  દોશી, કાપડ એશોના મુન્નાભાઇ હરમા, કીરીટભાઇ સંઘવી સહિતના અગ્રણીઓ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહેલ અને ધોમધખતા તાપમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી પધારતા રાહદારીઓને મીઠો આવકાર આપી અધીકારીઓએ જાતે ઠંડી છાસનુ વિતરણ કર્યુ હતું. ચાર કલાકમાં હજારો લોકોએ ઠંડી છાસ પી.ને પોલીસની આ કામગીરીને સૌએ બીરદાવી હતી. (૯.૩)

(11:57 am IST)