Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સાસણ નજીકના ભાલછેલના ખેડૂત શમસુદીને એક જ આંબામાં પર 35 જાતની કેરીનું કર્યું ઉત્પાદન

સાસણ ગીર જેટલુ એશિયાટિક સિંહ માટે પ્રખ્યાત છે એટલુ જ તે કેસર કેરી માટે પણ જાણીતુ છે. હાલ કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે સાસણ નજીકના ભાલછેલ ગામના ખેડૂત શમસુદ્દીન જારીયાએ એક જ આંબા પર આશરે 35 વિવિધ જાતની કેરીઓનું ઉત્પાદન લઈ લોકોને અચંબીત કરી દીધા છે. આ કેરીઓમાં કીટ, માયા, 13-1, સેન્સેશન, 13-3, દૂધપેંડો, ગાજરીયો, ગિરીરાજ સહિતની કેરીનો સમાવેશ છે.

(10:53 am IST)