Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ગીરગઢડા જંગલમાં ગેરકાયદેસર લાયન શો નાં પ્રકરણમાં એક આરોપીના જામીન મંજુર

અગાઉ પકડાયેલા ૭ શખ્સો ની જામીન અરજી ના મંજુર કરી જયુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ

ઉના તા.૨૪: ગીરગઢડા તાલુકાના ફરેડા સીમ વિસ્તારમાં પાંચ દિવસ પહેલા જંગલમાં ગેરકાયદેસર લાયનશો બતાવવાના ગુનામાં બાબરીયા ના આર.એફ.ઓ તથા સ્ટાફે પ્રથમ ૬ શખ્સોને પકડેલ હતો અને હાસમ રહે. હરમડીયા વાળાને પકડી આજરોજ તમામ માટે જામીન અરજી ગીરગઢડા કોર્ટમાં કરતાં હાસમભાઇ રે. હરમડીયાની જામીન અરજી કોર્ટે મંજુર કરી છે. જયારે અન્ય સાત શખ્સો ઇલ્યાસ અબ્દુરહેમાન,  બ્લોચ, રવિકાંતી પાટડીયા, દિવ્યાંગ ધનશ્યામ ગજજર, ર.અનિલ પટેલ, અલ્તાફ હેદર બ્લોચ, અબ્બાસ મહમદ રીદ બ્લોચ, માંગીલાલ ગંભીરલાલ, મીણા ની જામીન અરજી નામંજુર કરી જેલ હવાલે કરવા હુકમ કરેલ છે.(૧.૬)

(10:36 am IST)