Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ઉનામાં આડાસંબંધની શંકાના કારણે થયેલ ખુનકેસના ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

ઉના તા.૨૪: ઉના એડીશનલ સેશન્સ કોર્ટે હત્યાના ગુનાના ૩ આરોપીઓને આજીવન સખત કેદની સજા ત્થા ૩ આરોપીને ૧૦ હજાર એકસો મુળ ૩૦ હજાર ૩૦૦નો દંડ ફટકાર્યો હતો.

''આરોપીની પત્નીને મરણ જનાર સાથે આડા સંબંધની શંકાથી હત્યા કરાઇ હતી. માત્ર ૩૨ મહીનામાં ઝડપી ચુકાદો''કોર્ટે આપ્યો હતો.

ઉના શહેરમાં રહેતા નદીમ ઉર્ફ ભુરો મહમદહુશેનને ગત તા ૨૯-૯-૨૦૧૫ના રોજ અમોદ્રા રોડ ઉપર આવેલ ધર્મશાળા પાસે તેમના મિત્ર આરીફ ઉર્ફ ચીનો ઇબ્રાહીમ, સોહીલ ઉર્ફ નાની રોટી હુસેન તથા હુસેન ઉર્ફ મોટી રોટી રે. ઉના વાળાએ ફોન કરી બોલાવી આરોપીઓએ છરી લોખંડના પાઇપ વતી  આડેધડ માર મારી માથામાં મોઢા ઉપર પગમાં ઘામારી સ્થળ ઉપર મોત નીપજાવી નાખેલ હતુ અને હુમલા સમયે નદીમના મિત્રો તોહીત કરીમ, સાીદ સલીમ પણ આવી પહોચતા નજરે જોયુ હતુ અને આ અંગે ઉના પોલીસમાં મરણ જનારના પિતા મહમદ હુસેન ઉર્ફ લાલો ઇબ્રાહીમએ ૩ આરોપી સામે ફરીયાદ નોંધાવતા તત્કાલીન પી.આઇ. આર.એમ. રાઠોડે ૩ આરોપીને પકડી હથીયારો કબ્જે કરેલ હતા અને તેનુ ચાર્જસીટ કોર્ટમાં રજુ કરેલ.

ઉનાની એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલતા સરકારી વકિલ મોહનભાઇ ગોહેલની ધારદાર દલીલો, એફએસએલ રીપોર્ટ સાહેદની જુબાની, ડોકટરની ત્થા પોલીસની જુબાની દરમ્યાન એવુ બહાર આવેલ છે આરોપી આરીફ ઉર્ફ ચીના ઇબ્રાહીમ પત્ની સાથે મરણ જનાર નદીમને આડા સંબધ હોવાની શંકાથી મોતને ઘાટ ઉતારેલ હતો.

ઉનાની એડીસનલ સેશન્સ કોર્ટના જજશ્રી પી.જે.ડાંગર તમામ પૂરાવા હકીત, ફરીસદ પક્ષના વકીલની દલીલ માન્યગણી ૩ આરોપીને આજીવન સખત કેદની સજા ત્થા ૧૦,૧૦,૧૦ હજાર રૂપીયા દંડ ત્થા જી.પી.એસીટી-૧૩૫ ના ગુનામાં ૩ મહીનાની સજા ત્થા ૧૦૦,૧૦૦,૧૦૦ દંડ ફટકારેલ  અને કેસ ચાલ્યો ત્યાસુધી આરોપીને જામીન ન મળતાં જેલમાં હતા અન્ડરટ્રાયલ   કેસ ચાલેલ અને ઉનાની કોર્ટ માત્ર ૩૨ મહીનામાં હત્યાના ગુનામાં ઝડપી ચુકાદો આપી ઝડપી ન્યાય આપ્યો હતો.(૭.૬)

(10:36 am IST)