Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સુરેન્દ્રનગર જિલ્લાની ૬ નગરપાલિકા વિસ્તારોમાં જળસંચયના ૧૩ કામોનો પ્રારંભ

સુરેન્દ્રનગર તા.૨૪: રાજય સરકારે પાણી બચાવવા અને સંગ્રહ વધારવા અમલમાં મુકેલી સુજલામ સુફલામ યોજના અંતર્ગત જિલ્લાની ૬ નગરપાલિકાના વિસ્તારોમાં અદભુત પ્રતિસાદ સાંપડયો છે. અને જનમેદનીએ આ યોજનાને આવકારી છે.

 જિલ્લામાં આ યોજના હેઠળ ૬ નગરપાલિકાના વિસ્તારોમાં જળ સંચયના નવા ૧૩ કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમા ધ્રાંગધ્રા નગરપાલિકા વિસ્તારમાં ૧. થાનગઢમાં- ૨, ચોટીલામા-૧ં, પાટડીમા-૧, સુરેન્દ્રનગર-વઢવાણમાં ૫ અને લીંબડી વિસ્તારમાં ૩ કામનો સમાવેશ થઇને કુલ-૧૩ કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

 જયારે જિલ્લામાં જોઇએ તો ૩૩૪ કામો ચાલુ છે અને ૬૪ કામો પુરા કરવામાં આવ્યા છે. જેમા સાયલા તાલુકામાં ૬૫ ગામમાં ૬૮ કામો, ધ્રાંગધ્રા તાલુકામા ૫૦ ગામમાં ૩૯ કામો, થાનગઢ તાલુકાના ૧૩ ગામોમાં ૨૩ કામો, ચોટીલા તાલુકાના ૮૪ ગામોમાં ૧૦૫, પાટડી તાલુકામાં ૩૪ ગામોમાં ૩૫ અને વઢવાણ તાલુકાના ૪૩ ગામોમાં ૩૭ કામો મળી કુલ ૩૮૪ કામ ચાલુ છે. જયારે ૬૪ કામો પુરા કરવામાં આવ્યા છે.

વઢવાણ તાલુકામાં મધ્યાહન ભોજન યોજના સંચાલકની ભરતી

સુરેન્દ્રનગર : મામલતદારશ્રી-વઢવાણની યાદીમાં જણાવ્યા પ્રમાણે વઢવાણ તાલુકાના અધેલી પ્રાથમિક શાળા અનેરાજપરકુમાર પ્રાથમિક શાળા રાજપર ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કુકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારે નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, વઢવાણ ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા. ૩૧/૫/૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી વઢવાણ ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાના રહેશે.(૧.૧)

(10:35 am IST)