Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં શિવમ પેઇન્ટ્સમાં ભીષણ આગ :દુકાનમાં કલર અને કેમિકલનો જથ્થો બળીને ખાખ

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં શિવમ પેઇન્ટ્સ નામની દૂકાનમાં ભીષણ  આગ લાગી હતી.આગને કારણે દુકાનમાં કલર પેઇન્ટ અને કેમિકલ સહિતનો મુદ્દામાલ બળીને ખાક થઇ ગયો હતો. આ આગ શોટસર્કિટને કારણે લાગી હોવાની આશંકા છે. જો કે આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.આગની જાણ થતા ફાયર બ્રિગેડ દોડ્યું હતું 3 ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. 

(8:33 pm IST)