Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

વિડીયો : વહેલી પરોઢે વેરાવળ બંદરમાં લાગી આગ : એક ઝૂપડું અને બોટ આગમાં ખાખ : વેરાવળ બંદરમાં મોટી જાનહાની ટળી

વેરાવળ બંદરમાં પથરાવાળી ગોદીમાં વહેલી સવારે ભયાનક આગ લાગવાની ઘટના  બની હતી. જેમાં એક ઝૂપડું અને બોટ આગમાં ખાખ થઈ ગયા હતા. વહેલી પોણા ચાર વાગ્યે લાગેલી આ આગને બુઝાવવા ફાયરબ્રિગેડની ૩ ગાડીઓ કામે લાગી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

જો આ આગ વધારે પ્રસરી હોત તો બંદરમાં લાંગરેલી અસંખ્ય બોટો પણ આગની ઝપટમાં આવી ગઈ હોત. નુકસાની અને આગના કારણ અંગે તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

(8:36 am IST)