Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

જામનગર પહોંચેલા રવિન્દ્ર જાડેજા પત્ની સાથે એસપી કચેરીએ પહોંચ્યો: પ્રદીપ સેજુલ સાથે દોઢ કલાક ચર્ચા

જાડેજા દંપતી સીટી બી ડિવિઝન પોલીસ દફતર જઈને થોડી વાર પોલીસ અધિકારી સાથે વાર્તાલાપ કર્યા

 

જામનગરમાં બે દિવસ પૂર્વે રીવાબા પરના હુમલા બાદ ગઈ કાલે આઈપીએલની સેમીફાઈનલ રમી રવિન્દ્ર જાડેજા આજે જામનગર આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી હતી  રીવાબા સાથે જીલ્લા પોલીસ વડા અને સીટી બી ડિવિઝન પોલીસ દફતરની મુલાકાત લીધી હતી.

  આજે રવીન્દ્ર જાડેજા જામનગર આવ્યો હતો. પત્ની રીવાબા અને પુત્રી નીધ્યાનાબા સાથે જાડેજા પોતાના પંચવટી ખાતેના બંગલે પહોચ્યો હતો. ત્યાર બાદ જાડેજા દંપતી એસપી કચેરી પહોચ્યા હતા, રવીન્દ્ર અને એસપી પ્રદીપ સેજુલ સાથે દોઢ કલાક સુધી હુમલાને લઈને ચર્ચા વિચારણા ચાલી હતી. સાડા ત્રણ વાગ્યે એસપી કચેરી પહોંચેલ જાડેજા દંપતી દોઢ કલાક બાદ સીટી બી ડિવિઝન પોલીસ દફતર પહોચ્યું હતું. જ્યાં થોડી વાર પોલીસ અધિકારી સાથે વાર્તાલાપ કર્યા બાદ રવીન્દ્ર જાડેજા પોતાની કારમાં ઘર તરફ રવાના થયો હતો.

(10:06 pm IST)