Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

રીવાબાને મળવા જામનગર પહોંચ્યો રવિન્દ્ર જાડેજા

 

ભારતીય ટીમનાં જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાની કાર સાથે બાઇક અથડાવવાને કારણે થયેલી બોલાચાલીમાં એક પોલીસ કૉન્સ્ટેબલે વાળ પકડીને માથુ ગાડી સાથે અથડાવ્યું હતું. ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી હુમલો કરનાર પોલીસ કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

ઘટના બાદ રવિન્દ્ર જાડેજા આઇપીએલનાં વ્યસ્ત શિડ્યુલમાંથી સમય નીકાળીને જામનગર રીવાબાના સમાચાર લેવા પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે ઘટનામાં પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા પોલીસ કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો હતો.

(9:35 pm IST)