Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મોરબીના વેપારી પાસે પ લાખની ખંડણી માંગી પતાવી દેવાની ધમકી અપાઇ

વેપારી બંધુને ફોન પર ધમકીઃ ધમકી આપનાર અભયસિંહની શોધખોળ

મોરબી, તા.૨૩: મોરબીના રવાપર રોડ રહેતા એક વેપારી ફોન પર ધમકી આપી રૂપિયા ૫ લાખ ની ખંડણી માગવમાં આવી જો રૂપિયા નહિ આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ની તાલુકા પોલીસ ફરિયાદ નોંધાય છ.ે

બાનવની મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર રહેતા અમર જયતીભાઈ માકાસણા અને તેના ભાઈ દિવ્યેશઙ્ગ વેપાર કરે છે જેને થોડા દિવસ પેહલા અભયસિંહ નામના વ્યકિત એ ફોન પર એવી ધમકી આપી કે રૂપિયા ૫ લાખ આપી દે જે નહિ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાય છે જેની વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે. વધુમાં મળતી વિગત મુજબ ગત તારીખ ગત તારીખ ૧૪ ના રોજ પેહલા અમરભાઈ ને ધમકી આપી હતી અને તારીખ ૧૫ ના રોજ તેના ભાઈ દિવ્યેશ ને ધમકી આપવમાં આવી હતી પોલીસે ગુનો નોંધી અને આરોપી ને જડપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(2:36 pm IST)