Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

બાબરાના કોટડાપીઠામાં વન્યપ્રાણી શાહુડી સાથે દેવીપૂજક ઝડપાયો

પીંજરામાં પુરી રાખેલી શાહુડી જીવદયા પ્રેમીએ મુકત કરાવી : વન્યપ્રાણીનો કબ્જો ફોરેસ્ટ વિભાગે સંભાળી હાલ બાબરા સુરક્ષીત રાખવામાં આવેલ છે

બાબરા તા.૨૩: તાલુકાના કોટડાપીઠા ગામે રહેતા દેવીપૂજક પીરવારના રહેણાક મકાનમાં વત્યપ્રાણી રેન્ક ૩ શાહુડી (શેઢાળી)ને પીંજરામાં પુરી ગોંધી રાખવામાં આવી હોવાની બાતમીના આધારે બાબરા જીવદયા પ્રેમી ટીમના મૌલીક તેરૈયા સહીતના દોડી જઇ (૧)દેવીપૂજક જવેરભાઇ સોલંકીના કબ્જામાંથી શાહુડી છોડાવી બાબરા ફોરેસ્ટ વિભાગમાંથી વન્ય પશુ અતિક્રમણ ધારા મુજબ વિદ્યીવત અરજ આપી પગલા ભરવા જણાવ્યું હતું.

સ્થાનીક ફોરેસ્ટ વિભાગના ગંભીરસિંહ ચુડાસમા દ્વારા ભારતીય વન અધિનિયમ કલમ ૧૯૭૨ ૩૯/૩ મુજબ એકની ધરપકડ કરી કોર્ટસમક્ષ રજુ કરનાર હોવાનું માલુમ પડેલ છે.

એનિમલ વેલ્ફેરબોર્ડ ઓફ ઇન્ડિયા અમરેલી જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસા. તથા બાબરા જીવદયા પરીવારના જણાવ્યા મુજબ લુપ્તથતી જતી પ્રજાતી શાહુડી (શેઢાળી) ગોંધવા પાછળનો મલીન ઇરાદો અને ભુતકાળમાં આવા વન્ય પ્રાણી અંગેની ગતીવિધી માટે આરોપીની આકરી પુછપરછ જરૂરી જણાઇ રહીછે બનાવની જાણ તતા સ્થાનીક જીવદયા પ્રેમી ગજેન્દ્ર શેખવા, ધર્મેન્દ્ર બસીયા, લાલાભાઇ રાજપુત સહીતના દોડી જઇ શાહુડીને વન્ય વિભાગમાં સોપી છે.

(2:35 pm IST)