Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કચ્છમાં ફરીવાર ધરા ધ્રુજી :વહેલી સવારે ભચાઉ પંથકમાં ભૂકંપનો આંચકો: 3.3 ની તીવ્રતા નોંધાઈ

ભચાઉથી નવ કી,મી,દૂર કેન્દ્રબિંદુ :વહેલી પરોઢે નીંદર માણતા લોકો ઝબકીને જાગી ગયા

કચ્છમાં ફરીવાર ધરા ધ્રુજી છે આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.પૂર્વ કચ્છની ધરા વધુ એકવાર 3.4ના ભૂકંપના આંચકા ધ્રુજી ઉઠી હતી. 

મળતી વિગત મુજબ આજે વહેલી સવારે 4.37 કલાકે 3.3 તીવ્રતાના ભૂકંપના આંચકાના કારણે વહેલી પરોઢે મીઠી નિંદર માણી રહેલાં ભચાઉ અને આસપાસના અનેક લોકો ઝબકીને જાગી ગયા હતા. ભચાઉથી નવ કિલોમીટર દૂર અને રાપરથી 48 કિલોમીટર દૂર ભૂકંપનું કેદ્રશબદુ નોંધાયું હતું.

ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજી રીસર્ચમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ચાલુ વર્ષે જાન્યુઆરીથી લઈ આજ દિવસ સુધીમાં પૂર્વ કચ્છમાં 3થી 4 કે તેથી ઉપરની તીવ્રતા ધરાવતા 27 આંચકા નોંધાયા છે. 

 

(1:00 pm IST)