Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સુરેન્દ્રનગરમાં ધોમધખતા તાપમાં પાણીની તંગી : પાલિકા કચેરીને ઘેરાવ

વઢવાણ, તા. ૨૩ : સુરેન્દ્રનગરની નગરપાલિકા કદાચ ગુજરાત ની એક માત્ર એવી નગરપાલિકા હશે કે જયાં સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સપ્તાહ ના શરૂઆત ના દિવસે જ બપોર સુધીમાં ભરઉનાળામાં બળબળતા તાપ વચ્ચે સુરેન્દ્રનગરના ૩ અલગ અલગ વોર્ડ વિસ્તારના રહીશો અલગ-અલગ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરી નગરપાલિકા કચેરીનો દ્યેરાવ કરેલ હોય જેમાં સુરેન્દ્રનગર ના નંબર ૨, ૩ અને ૯ ની મહિલાઓને પીવાના પાણી ભરવા માટે દૂર દૂર સુધી ભટકવું પડતું હોય સ્થાનિક મહિલાઓ અને રહીશો દ્વારા અશુદ્ઘ અને અનિયમિત પાણી પ્રશ્રને , તેમજ ગટર અને રસ્તાની સમસ્યાને લઇને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ ઉકેલ નહીં આવતાં આજરોજ વોર્ડ નંબર ૨, ૩ અને ૯ની મહિલાઓએ પાણી પ્રશ્ને પાલિકા કચેરીએ ઘસી જઈ સૂત્રોચ્ચાર કરી દ્યેરાવ કરતા અફરાતફરી મચી ગઇ હતી.

મહિલાઓ ના મતે સરકાર મસમોટી વાતો કરી નર્મદાનું પાણી પહોંચાડવાની માત્ર દાવા ઓ કરી રહી છે ત્યારે હકીકતની સ્થિતિએ શહેરના મોટાભાગના વિસ્તારો અને તેમાંય ખાસ કરીને વોર્ડ નંબર ૨ ,૩ અને ૯ મા છેલ્લા ઘણા સમયથી પાણીની ગંભીર સ્થિતિ છે ગટરની લાઈનપાણીની લાઈન પાણી સાથે જતા ગટરનું દુર્ગંધ યુકત પાણી આવી લોકોની ફરિયાદ છે તેમજ અમુક સ્થળ પર અપૂરતું અને એ પણ અનિયમિત અને ઘણી વખત તો મહિલાઓ વચ્ચે પાણી માટે બેડાં યુદ્ઘો થતા જોવા મળે છે હાલ એકતરફ કાળઝાળ ગરમીમાં લોકોને વધુ પાણી જોઈએ છે ત્યારે જવાબદાર તંત્રની બેદરકારીના કારણે માંડ પીવાનું પાણી અને એ પણ છથી સાત દિવસે મળે તેવી સ્થિતિ છે . લાંબા સમયથી વોર્ડ નંબર ૨ ૩ અને નવમા રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યા અંગે વારંવાર રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી હલતું ન હોય રોષે ભરાયેલા સ્થાનિક રહીશો ૪૫ ડીગ્રી તાપમાન વચ્ચે નગરપાલિકા કચેરીએ ધસી ગયા હતા અને રોષ ઠાલવ્યો હતો.(૧૫.૧)

(12:34 pm IST)