Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મોટી પાનેલીમાં કામધંધામાં રજા રાખીને ૩ ધક્કા ખાઈને ભરવા છતાં આરટીઈમાં પ્રવેશ ન મળતા નારાજગી

અમરેલી, તા. ૨૩: વર્ષ ૨૦૧૮માં ધોરણ ૧માં આર.ટી.ઇ. અંતર્ગત ફોર્મ ભરેલ ગરીબ પરીવારના બાળકોનો પ્રથમ રાઉન્ડ માં સમાવેશ ન થતાં  આ ગરીબ પરીવારના બાળકો ખાનગી શાળામાં પ્રવેશથી વંચિત રહી જશે તેવુ માલુમ પડતા આ ગરીબ પરીવારના બાળકોના વાલીઓ એ શીક્ષણ વિભાગ સમક્ષ દયા ની અરજ કરતો પત્ર લખતા જણાવેલ કે અમો મજુરી કરી અમારું ગુજરાન ચલાવિયે છીએ અમો અમારી ગરીબ પરીસ્થિતિને લીધે ભણી શકયા નથી.

પરંતુ ભણતરનુ મહત્વ અમોને હવે સમજાય છે પરંતુ અમારી આર્થીક પરીસ્થિતિને લીધે અમો અમારા બાળકોને સારી ખાનગી શાળામાં ભણાવી શકતા નથી,  સરકારશ્રીની યોજના અંતર્ગત અમારા બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ મળશે તેવી અંતરની આશા સાથે અમોએ કામ ધંધા મજુરી માં રજા મુકી તાલુકા મથકે  ત્રણવાર જઇને ફોર્મ ભરેલા હતા તેમ છતા અમારા બાળકોને પ્રવેશ મળેલ ન હોય.

અમો ગરીબ પરીવાર આથી શીક્ષણ વિભાગના સાહેબોને નમ્ર અરજ સાથે વિનંતી કરીએ છીયે કે અમારી આર્થીક પરી સ્થિતિ ને ધ્યાન માં લઇ અમારા બાળકોને નજીકની ખાનગી શાળામાં પ્રવેશ મળી જાય તેવો ઉપકાર અમારા પર કરસો તો અમારા બાળકોની દુવા તમને ફળશે. તેમ અંતમાં ગરીબ બાળકોના વાલીઓએ જણાવ્યુ છે.(૧૫.૨)

 

(12:33 pm IST)