Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કોટડાસાંગાણીમા આધારકાર્ડની કામગીરી એક માસથી ઠપ્પ અરજદારો હેરાન પરેશાન

કોટડાસાંગાણી, તા.૨૩: કોટડાસાંગાણી મા આધારકાર્ડ ની કામગીરી એક માસ થી ઠપ્પ થઇ જતા અરજદારો ને ધરમધક્કા ખાવા પડે છે છતા પણ જવાબદાર અધિકારીઓ નુ પેટ નુ પાણી પણ હલતુ નથી એક તરફ ઉનાળાની રૂતુ ના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લોકો ઘર બહાર નીકળવાનુ પણ ટાળી રહ્યા છે ત્યારે કોટડાસાંગાણી મા તડકો માથે લઈને આધાર કાર્ડ કઢાવવા અને સુધારાઓ કરાવવા આવતા અરજદારો ને ધરમધક્કા ખાવા પડે છે એક માસ થી આધારકાર્ડ ની કામગીરી ને જાણે સરકારી કોઈ ગ્રહણ લાગ્યુ તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કોટડાસાંગાણીમા ટોટલ બે આધાર કાર્ડ ની કિટ ફાળવવામા આવી છે એક મામલતદાર કચેરી મા એટીવીટી સેન્ટરમા જયારે બીજી કિટ પોસ્ટ ઓફિસમા ફાળવાઈ છે મામલતદાર કચેરી ની કિટ એક માસ થી લોગીન નો પ્રોબ્લેમ આવતા રાજકોટ કલેકટર મા મોકલવામા આવી છે જયાથી હજુ સુધી પરત આવેલ નથી તેથી કોટડાસાંગાણી તાલુકા ભર ના અરજદારો રુપીયા અને સમય ખર્ચી ને તડકો માથે લઈને આધાર કાર્ડ ની કામગીરી કરવા આવતા હોય તેઓને વીલા મોઢે જ પરત ફરવાનો વારો આવે છે એક બાજુ સરકાર દ્વારા સરકારી કોઈપણ યોજના મા આધાર ફરજીયાત કરાયા છે તેથી આધાર વીહોણા અરજદારો ને વધુ મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ કોટડાસાંગાણી પોસ્ટ ઓફિસ મા રહેલ આધાર કાર્ડ ની કિટ સ્ટાફ અને પુરતી જગ્યા ના અભાવે ધુળ ખાઈ રહી છે ત્યારે કોટડાસાંગાણીઙ્ગ મા ઝડપથી આધાર કાર્ડ ની કામગીરી શરુ કરાઈ તેવુ અરજદારો માંગ કરી રહ્યા છે.

આ બાબતે જયારે કોટડાસાંગાણી મામલતદાર એસ ડી ચાંદવાણી નો ટેલીફોનીક સંપર્ક કરતા જણાવેલ કે આધાર કાર્ડ ની કિટ મા લોગીન પ્રોબ્લેમ આવ્યાઙ્ખ હોવાથી પ્રોબ્લેમ સોલ માટે રાજકોટ કલેકટર કચેરી ખાતે મોકલી આપી છે ત્યાથી આવે એટલે તુરંત કામગીરી શરૂ કરાશે.

કોટડાસાંગાણી પોસ્ટ ઓફિસ મા પણ આધારકાર્ડ ની કિટ શોભાના ગાંઠીયા સમાન બની ને ટેબલ પર ધુળ ખાઈ રહી છે ત્યારે પોસ્ટ માસ્તર એ વી કનેરીયા નો ટેલીફોનીક સંપર્ક કરતા જણાવેલ કે સરદાર ચોક મા પોસ્ટ ઓફિસ બીજા માળે આવેલી છે અહીયા જગ્યા બહુ ટુંકી હોવાના કારણે અહીયા આધાર કાર્ડ ની કામગીરી કરવી બહુ મુશ્કેલ છે સાથે જે અહીયા સ્ટાફ ની પણ દ્યટ છે પોસ્ટ ઓફિસના રૂટીન કામ કરવામા પણ અમારે ઓવર ટાઈમ ભરવો પડે છે ત્યારે સ્ટાફ ની અછત અને જગ્યા ટુંકી હોવાના કારણે અહીયા આધાર કાર્ડ ની કામગીરી શરુ કરવી બહુ મુશ્કેલ છે છતા કિટમા લોગીનનો થોડો પ્રોબ્લેમ છે તે દુર કરાવી આધાર કાર્ડ ની કામગીરી શરુ કરવા પ્રયાસ કરીશુ.

કોટડાસાંગાણીમા આધારકાર્ડ ની કામગીરીમા અરજદારોની કેટલી ભીડ રહે છે તે આ તસવીર પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. (૨૩.૪)

(12:10 pm IST)