Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કચ્છમાં ગૌહત્યા કરનાર ૩ શખ્સો ઘાતક હથિયારો સાથે ઝડપાયા

ભુજ તા. ૨૩ : કચ્છના પ્રવેશદ્રાર એવા સામખીયાળી શીકારપુર વચ્ચે થોડા દિવસ અગાઉ સામે આવેલા ગૌ હત્યાના કિસ્સામાં પોલિસને અંતે સફળતા મેળવી અને ધાતક હથિયારો સાથે પૂર્વ કચ્છ એલ.સી.બી.એ ત્રણ આરોપીઓને ઝડપ્યા છે.

પોલિસને મળેલી બાતમીના આધારે સામખીયાળી નજીકના ચેરારીવાંઢ નજીક વોચ ગોઠવી હતી. જેમાં કુરબાર કરીમ સમા નામનો એક શખ્સ બાઇક સાથે ઝડપાયો હતો. જેની પુછપછમાં પાછળ આવતી એક બોલેરો જીપને પણ રોકી તપાસ કરતા તેમાંથી બે અન્ય શખ્સો શબ્બિર અબ્દુલ જાંબાઇ તથા જુસબ કાસમ ત્રાયા નામના બે શખ્સો પણ ઝડપાયા હતા પોલિસે તેની પુછપરછ કરતા તેઓ ગૌ હત્યા કરી હોવાનુ કબુલાત કરી હતી સાથે અન્ય બે શખ્સોના નામ પણ આપ્યા હતા.

પોલિસે તેની જીપની ઝડતી લેતા તેમાંથી એક દેશીબંધુક સહિત અન્ય ધાતક હથિયારો મળી આવ્યા હતા. જે પોલિસે કબ્જે કરી આગળની તપાસ શરૂ કરી છે. પોલિસની પ્રાથમીક તપાસમાં ૧૯ તારીખે રાત્રે આ શખ્સોએ ગૌ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે. એલ.સી.બી.એ પ્રાથમીક પુછપરછ બાદ ૩ શખ્સોને સામખીયાળી પોલિસને હવાલે કર્યા છે. હવે પોલિસ તેની સાથેના અન્ય બે સાગરીતો સહિત અગાઉ કોઇ આવી ધટનાને અંજામ આપ્યો છે. કે નહી તેની તપાસ હાથ ધરી છે.પોલિસે બે મોટી છરી અને એક દેશી બંધુક સહિત એક જીપ અને બાઇક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ઙ્ગ

કચ્છમા લાંબા સમયથી ધાર્મીક લાગણી દુભાવવાના કિસ્સામાં લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યા છે. તેવામાં ગૌ હત્યાની ધટનાથી ભચાઉ સહિત આસપાસના વિસ્તાર અને સમગ્ર કચ્છમાં ગૌ પ્રેમી અને હિન્દી ધર્મની લાગણી દુભાઇ હતી અને સમાજે માંગ પણ કરી હતી. કે ઝડપથી ગૌ હત્યારા ઝડપાયા તેવામા બે દિવસના ટુંકા ગાળામાં પોલિસે ગૌ હત્યાને અંજામ આપનાર શખ્સોની ધરપકડ કરતા ગૌ સેવકોનો રોષ શાંત થયો છે. અને પોલિસને વધુ એક વિરોધનો સામનો નહી કરવો પડે જો કે હજુ બે શખ્સોને ઝડપાવાના બાકી છે. જેથી પોલિસ એ તપાસમાં જોતરાઇ છે.(૨૧.૧૪)

(12:04 pm IST)