Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ભાવનગરમાં વાડીમાં દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ઝડપાઇ

ભાવનગર, તા.૨૩: ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ.

ગઇકાલે ભાવનગર, એલ.સી.બી સ્ટાફ/વરતેજ પોલીસ સ્ટાફનાં માણસો/અધિકારીઓ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન એલ.સી.બી. નાં પો.કોન્સ. જીતેન્દ્દસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે, બાબુભાઇ નાગજીભાઇ ગોહેલ રહે.ઇન્દીરાનગર, તથા વિક્રમસિંહ ઉર્ફે  ઘોદ્યુભા ભગુભા રાયજાદા રહે.ખાંટડી તા.દ્યોદ્યા બંને ઇસમ બાબુભાઇ નાગજીભાઇ ગોહેલના કબ્જા વાળી વાડી જે ઇન્દીરાનગરની પાછળનાં ભાગે આવેલ છે.ત્યાં ગે.કા. દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે.ર્ં જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવેલ વાડીમાં રેઇડ કરતાં વાડીએ કોઇ હાજર મળી આવેલ નહિ.આ વાડીમાં જમીનમાં પ્લાસ્ટીકનાં ગુલાબી કલરનાં સીન્ટેકસનો આખો છલોછલ દેશીદારૂ ભરેલ મળી આવેલ.આ વાડીમાં ઉપરોકત ટાંકાની બાજુમાં ખાતરનો ઢગલો ફંફોળી જોતા ઇંટોના ચણતરવાળા બે ટાંકામાં ર્ંદેશીદારૂ ગાળવાનો આથો ૪૦૦૦ લીટર જેટલો ભરેલ મળી આવેલ.જે એક લીટર આથાની કિ.રૂ.૨/-લેખે કુલ કિ.રૂ.૮,૦૦૦/- ગણી તથા ઉપરોકત ટાંકામાં મળી આવેલ દેશીદારૂ લી.૩૦૦૦ ની કિ.રૂ.૬૦,૦૦૦/-નો મળી આવતાં આથો-દેશીદારૂનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે.

આ જગ્યાએ દેશીદારૂ બનાવવા માટે આથો ભઠ્ઠીમાં નાખવા માટે ઇલેકટ્રીક મોટરનો ઉપયોગ થતો હોય.જે અંગે સ્થાનિક ચિત્રા, જી.ઇ.બી. સ્ટેશનને જાણ કરતાં જી.ઇ.બી.નાં અધિકારી તથા કર્મચારી ઓએ આવી જી.ઇ.બી. નાં નિયમ મુજબ અલગથી કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.ં

આ અંગે ઉપરોકત બંને ઇસમ વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહી.એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં  વરતેજ પો.સબ ઇન્સ. આર.પી. ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફનાં કિરીટસિંહ ડોડિયા, હર્ષદભાઇ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, જીતેન્દ્રસિંહ ઝાલા, ભૈપાલસિંહ ચુડાસમા, જયેન્દ્રસિંહ રાયજાદા, શકિતસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા તથા વરતેજ પોલીસ સ્ટેશન સ્ટાફનાં રદ્યુવિરસિંહ ગોહિલ, હરપાલસિંહ રાણા, વિશ્વરાજસિંહ, દેવેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ગોહિલ, પ્રદીપસિંહ ગોહિલ, જે.પી. ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.

(12:02 pm IST)