Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કચ્છમાં પતિના વિયોગમાં પત્નિનો અને એકલતાથી કંટાળી વૃદ્ધે જીવ દીધોઃ એક દિ'માં ૫ ના આપઘાત

ભૂજ, તા. ૨૩ :. રોજિંદી જિંદગીમાં હતાશાના કારણે માનસિક તણાવમાં આવતા વ્યકિતઓ દ્વારા આત્મહત્યા કરવાના બનાવો કચ્છમાં વધી રહ્યા છે. ગઈકાલે એક જ દિ'માં પાંચ વ્યકિતઓએ પોતાનું આયખુ ટુંકાવ્યુ હતું.

ભૂજના ભારાપર ગામે રહેતા ૭૦ વર્ષીય હીરાભાઈ નાગશી મહેશ્વરીએ એકલવાયા જીવનમાં બિમારી થતા કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

તો ભૂજના ઉખડમોરા ગામની ૪૫ વર્ષીય મહિલા જશુબેન ભીમજી કોળીએ અગમ્ય કારણોસર જંતુનાશક દવા પી ને, ભૂજમાં જ લાખોદ ગામની ૨૩ વર્ષીય પરિણીતા સુરેખાબેન વિજય માલીવાડે ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈને અગમ્ય કારણોસર તો ભૂજના કુનરીયા ગામના ૩૦ વર્ષીય શિવજી માવજી કોળીએ ભૂજના પાલારા મહાદેવ મંદિર પાસે અગમ્ય કારણોસર ઝાડ ઉપર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ હતું.

રાપરની ૨૦ વર્ષીય યુવા પરિણીતા રોશનબેન સલીમ પણકાએ પોતાના પતિ સલીમના મોત બાદ પતિના વિયોગમાં ઘરે ફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધુ હતું. એક જ દિ'માં પાંચ - પાંચ આત્મહત્યાના બનાવે કચ્છમાં ચકચાર સર્જી છે.(૨-૮)

(12:01 pm IST)