Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

જામજોધપુરના સીદસર ગામે દુકાનોના તાળા તોડયા

જામનગર તા. ૨૩ : જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હરદેવસિંહ રઘુવીરસિંહ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, સીદસર ગામે ફરીયાદી હરદેવસિંહ  તથા સાહેદ હીરજી શામજી ઝીંઝુવાડીયાની બંધ દુકાનના તાળા તોડી તેમા પ્રવેશ કરી દુકાનમાંથી રોકડા રૂ.૪૦૦૦ તથા સાહેદ ની દુકાન માંથી  રૂ.રર૦૦ મળી કુલ રૂ.૬ર૦૦  કોઈ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સાજડીયારી ગામ પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા

 લાલપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ ચંદુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે  સાજડીયારી ગામ થી બાઘલા પાટીયા તરફ જતા નદીમાં જમણી બાજુ બાવળના છાયામાં બસીર સુલેમાન નોયડા, સલીમ અલ્લારખાભાઈ નોયડા, ઈકબાલ ઓસ્માણભાઈ નોયડા, હુશેન વલીમામદભાઈ નોયડા, હાજીમામદ શાહમદાર શેખ રે. સાજડીયારી ગામ, તા.લાલપુર, જાહેરમાં જુગાર રમતા  ૬૪૩૦ ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

દારૂના જથ્થા સાથે એક ઝડપાયો : બે ફરાર

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પો.સ.ઈન્સ. એ.ડી.વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, લતીપરથી સગાળીયા જવાના રસ્તેવિપુલભાઈ ઉર્ફે ભરી મગનભાઈ કેસુર પાસેથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ બોટલ નંગ–૧૪ કિંમત રૂ.૭૦૦૦નો વેચાણ અર્થે રાખી તથા એક મોબાઈલ ફોન  કિંમત રૂ. પ૦૦૦નો મળી કુલ મુદામાલ રૂ. ૧ર૦૦૦ સાથે ઝડપાઈ જતા આ કામના આરોપી ફરારી શૈલેષભાઈ દેવાભાઈ ગજીયા સાથે ભાગીદારીમાં કેતનભાઈ પટેલ પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી ગુનો કરેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.(૨૧.૧૮)

(11:58 am IST)