Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ભાયાવદર નગરપાલિકામાં નવા ચુંટાયેલા કોંગ્રેસના બોર્ડ દ્વારા ટુંકા સમયમાં રસ્તાઓના કામોનું કરાયેલ ખાત મુહુર્ત

ભાયાદર તા ૨૩ :  સરકારશ્રી તરફથી ભાયાવદર નગરપાલિકાને ફાળવેલ ૧૪માં નાણાપંચની ગ્રાન્ટ તથા અન્ય ગ્રાન્ટ થઇને રૂા૧૨૫/- લાખમાંથી શહેરના વોર્ડ નં.રના ખરાવાડ પ્લોટ નવનીતભાઇ ડેડકીયાના ઘર પાસેનો રોડ તથા વોર્ડ નં.૬ ના મયુર નગર વિસ્તારના ગેલેકસી-એસટીડી થી રબારી સમાજ સુધી તથા સ્ટેટ બેન્કના  ખુણાથી બાબુભાઇ જીવાણીના ઘરવાળો રોડ સી.સી.રોડ સરસ્વતી સોસાયટીના રોડ, હોળીધાર વિસ્તારના રોડ, સ્વામિનારયણ મંદિર પાસેના રોડ બનાવવાનું કામ નક્કી કરીને તા. ૨૧/૫/૨૦૧૮ ને સોમવારના રોજ ભાયાવદર નગરપાલિકા દ્વારા માન. ધારાસભ્યશ્રી લલીતભાઇ વસોયા, ધોરાજી મતવિસ્તારના વરદ હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવેલ જેમાં ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી લાખાભાઇ ડાંગર તેમજ સદસ્યોશ્રીઓ, ભાયાવદર નગરપાલિકાના પ્રમુખશ્રી રેખાબેન ચીમનભાઇ માકડીયા, ઉપર પ્રમુખશ્રી બાધાભાઇ મેરામણભાઇ ખાંભલા, કારોબારી અધ્યક્ષશ્રી નયનભાઇ જે. જીવાણી તેમજ જુદી જુદી સમિતિઓના અધ્યક્ષશ્રીઓ તથા સભ્યશ્રીઓ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓ તેમજ સદસ્યશ્રીઓ,  શહેરના  અગ્રગણ્ય નાગરીકો, વેપારીઓ તેમજ ભાઇઓ તથા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહેલ તેમજ પત્રકારશ્રીઓ, નગરપાલિકાના કર્મચારીશ્રી ઓ  વગેરે સંખ્યામાં હાજર રહેલ. (૩.૧)

(10:40 am IST)