Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સુજલામ સુફલામ જળ અભિયાન ભાવિ પેઢીને સમૃધ્ધ જળ વારસો આપવાનો વિરાટ પુરૂષાર્થ યજ્ઞ: રાજુભાઇ ધ્રુવ

મોરબી જિલ્લામાં ૬૦ ટકા કામગીરી પૂર્ણ: કોટડાનાયાણી - વાલાસણમાં શ્રમિકોને છાસ - ફૂડ પેકેટ્સનું વિતરણ

રાજકોટ તા. ૨૩ : મોરબી જિલ્લા સુજલામ સુફલામ જળસંચય અભિયાન સમિતિના સભ્ય રાજુભાઈ ધ્રુવે જણાવ્યુ હતું કે, રાજય સરકારે ગુજરાત ગૌરવ દિને તા. ૧ મેના રોજ સમગ્ર ગુજરાતમાં જનભાગીદારીથી એક મહિના માટે આરંભેલ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન એ ભાવિ પેઢીને સમૃધ્ધ જળ વારસો આપવાનો એક વિરાટ પુરૂષાર્થ યજ્ઞ છે. કોટડાનાયાણી ગામે નરેગા યોજના અંતર્ગત છેલ્લા એક મહિનાથી તળાવને ઉંડુ કરવાનું કામ ચાલે છે. ૧૪૦ જેટલા શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. ૫ હેકટર વિસ્તારના આ તળાવમાંથી ૨૪૦૦ ધન મીટર માટી કઢાશે અને તેટલો પાણીનો સંગ્રહ થશે. અંદાજે રૂ.૪.૯૫ લાખનો ખર્ચ થશે. આ તળાવમાં ચોમાસામાં પાણી ભરાશે ત્યારે કોટડાનાયાણી અને કાગદડી ગામની જમીનમાં પાણી તળ ઉંચા આવશે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી અને વાલાસણ ગામે સુજલામ સુફલામ અંતર્ગત હાથ ધરાયેલ જળસંચય અભિયાનમાં તળાવને ઉંડા કરવાના કામોનું નિરીક્ષણ કરતા શ્રી રાજુભાઇ ધ્રુવે આગળ જણાવ્યું હતું કે,

વાલાસણ ગામે ગ્રામજનોની સો ટકા લોકભાગીદારીથીઙ્ગ બે મહિનાથી ગામના તળાવને ૧૫ ફુટ જેટલુ ઉંડુ કરવાનું કરવાનું કામ ચાલે છે. આ તળાવમાં ચોમાસામાં પાણીનો સંગ્રહ થશે ત્યારે પંચાયતના કુવાને તેમજ આજુબાજુના ૩૦ જેટલા વાડીના કુવા તળ સાજા થશે.

ભાવિ પેઢીને વધુ સમૃધ્ધઙ્ગ જળ વારસો મળી રહે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જળસંચય માટે ની દીર્ધદષ્ટ્રિના સુફળ પ્રાપ્ત થઇ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ સંવેદનશીલ રાજય સરકારના શ્રી નરેન્દ્રભાઇએ પ્રસ્થાપિત કરેલી જળસંચયની આ નકકર વિચારધારાને વધુ મજબુત બનાવીને આગળ ધપાવી રહી છે. રાજયની વિરાટ જનશકિતને જોડીને સુજલામ સુફલામ જળ અભિયાન રાજયભરમાં આરંભાયું છે.

તેમણે ઉમેર્યુ કે વરસાદી પાણીએ પ્રભુની પ્રસાદી છે. અહી વરસાદી પાણીના એક એક ટીપાનાઙ્ગ સંગ્રહ કરવા માટે શ્રમિકભાઇ, બહેનો તળાવને ઉંડુ કરવાની કામગીરી કરી રહ્યા છે. તેમજ જળ અભિયાનના સુચારુઙ્ગ આયોજન માટે હુ જિલ્લા વહિવટી તંત્રને પણ અભિનંદન આપું છુ.

તા.૩૧મે સુધીમાં જળસંચયના કામો પૂર્ણ થાય તે રીતે આયોજન કરીને ૧૦૧ કામો પૂર્ણ કર્યા છે અને ૯૮ કામો પ્રગતિમાં છે આમ ૫૦% ઉપરાંત કામગીરી પૂર્ણ કરેલ છે. જિલ્લા વહીવટીતંત્રઙ્ગ સાથે કોટડાનાયાણી, વાલાસણ અને અન્ય તળાવો ઊંડા કરવાના કામોની મુલાકાત લીધી હતી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રમિકોને પૌષ્ટીક આહાર, દરરોજ છાશ અને સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરીને તથા છાયડાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. મોરબી જિલ્લો ખરા અર્થમાં આ ક્ષેત્રે ઉત્તિર્ણ થયેલ છે ૫૦%થી વધુ કામો લોકોભાગીદારીથી થયેલ છે સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ પ્રજાજનોએ અને સંગઠનના પદાધિકારીઓએ આ અભિયાનને પોતાનું અભિયાન માનેલ છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ એક અભુતપુર્વ ઐતિહાસિક અને કામધેનું સમાન જળઅભિયાનની ભેટ ગુજરાતને આપેલ છે આ અભિયાનના ફળ દોઢ માસ પછી ચોમાસામાં દેખાશે આપણી પાસે જે જગ્યાઓ છે તેને ઊંડુ કરીને જળસંગ્રહની ક્ષમતા વધારીને તેમાં મોરબી જિલ્લો આગળ વધી રહેલ છે. રાજય સરકારના પાંચ વિભાગો દ્વારા યુદ્ઘના ધોરણે કામગીરી જનભાગીદારીથી હાથ ધરાયેલ છે સર્વગ્રાહી, સામુદાયિક આ જળઅભિયાન પ્રથમવાર હાથ ધરાયેલ છે જેમા જળસંચયના તમામ પાંસાઓ આવરી લેવામાં આવેલ છે

સમગ્ર ગુજરાતમાં એક ઉર્જા ચેતના જાગૃત થયેલ છે ધાર્મિક સંસ્થાઓ આગળ વધી રહી છે આ એક જનઆંદોલન બની ગયેલ છે એ રાજય સરકારની વિશ્વસનિયતા બતાવે છે મોરબી જિલ્લો તા.૩૧મેઙ્ગ સુધીમાં સો ટકા જળ સંચય કામગીરી નો લક્ષયાંક પૂર્ણ કરશે એવુ રાજુભાઈ ધ્રુવે જણાવ્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી માંકડીયાઙ્ગ અગ્રણીઓજિલ્લા ભાજપ મહામંત્રીઙ્ગ શ્રી હિરેનભાઈઙ્ગ પારેખ,ડેપ્યુટી કલેકટર શ્રીમતી જિજ્ઞાસાબેન ગઢવી,મામલતદાર શ્રીઙ્ગ શ્રી વિજયભાઈ લોખીલ, સરપંચ ઇસ્માઇલભાઈ, અજીતસિંહ ઝાલા,શ્રી કે.કે.પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૪)

(9:43 am IST)