Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

સાવરકુંડલામાં કડાકા - ભડાકા સાથે કમોસમી વરસાદ

(દિપક પાધી દ્વારા) સાવરકુંડલા:::: અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજે સાંજે ૪:૩૦ વાગ્યા આસપાસ કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે આખો દિવસ ઉકળાટ રહ્યા બાદ સાંજના સમયે મોટા છાંટા સાથે વરસાદ શરૂ થયો હતો.

આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારથી મિશ્ર વાતાવરણનો માહોલ છે આવા સમયે સાવરકુંડલામાં માવઠું વરસ્યું છે.

(4:54 pm IST)