Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કચ્છના કલેકટર પ્રવિણા ડી.કે. થયા સેલ્ફ આઇસોલેટ : કોરોના ટેસ્ટનો કરાવ્યો રિપોર્ટ

આરટીપીસીઆર રિપોર્ટ હજી આવ્યો નથી : બે દિવસથી તાવ આવતા હોમ આઇસોલેટ

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : કચ્છમાં કેસ અને સારવાર લેતાં દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે કોરોના ના કહેર માં એકબાજુ વહીવટીતંત્ર અટવાયું છે, ત્યાં જ બીજી બાજુ કલેકટર સેલ્ફ આઈસોલેટ થયા ના સમાચાર છે. છેલ્લા બે દિવસ થયા તાવ આવતો હોઈ કલેકટર પ્રવિણા ડી.કે. હોમ આઇસોલેટ થયા છે. જોકે, તેમણે આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો છે. પણ, તેનો રિપોર્ટ હવે આવશે. જયારે સીટી સ્કેન રિપોર્ટ અંગે બીજી કોઈ વધુ જાણકારી મળી નથી.

કલેકટર પ્રવિણા ડી.કે. કોરોના સંદર્ભે સતત મીટીંગો માં વ્યસ્ત રહેતા હતા. જોકે, કચ્છમાં કોરોના સંદર્ભે હોસ્પિટલના બેડ, ઓકસીજન, વેન્ટિલેટર, ઇન્જેકશનની તીવ્ર તંગી મહેસૂસ થઇ રહી છે. દર્દીઓ સારવાર માટે દાખલ થવામાં અને કોરોનાની સારવાર દરમ્યાન પણ ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

 

(3:56 pm IST)