Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ધોરાજી કોરોના હોસ્પિટલમાં ૧૦૦ બેડની મંજૂરી આપો

વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવતા માનવ સેવાના કાર્યકરો

ધોરાજી તા. ર૪ :.. સરકારી હોસ્પીટલમાં ૧૦૦ કરતા વધારે બેડ કોરોના થઇ ગયેલ તૈયાર છે. જે અંગેનું સ્ટકચર તૈયાર છે. તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા છે. તમામ જગ્યાએ ફાયર  સેફટીનું ફિટીંગ છે અને તમામ જગ્યાએ નવા બેડ સહિતની સુવિધાઓ છે. તેમજ ઓકસીજન લાઇન કેમ્પલીટ છે.

આ અંગે ધોરાજી -ઉપલેટા-જામકંડોરણા - જેતપુર સહિતના દર્દીઓ અહીં સારવાર લે છે. પણ જો રાજય સરકાર દ્વારા બેડ વધારવા અંગે ઘટતા સ્ટાફ અને દવાઓ ઓકસીજન તેમજ ઘટતા સ્ટાફ પુરતા પ્રમાણમાં આપવામાં આવે તો ધોરાજીના સરકારી હોસ્પીટલમાં ૧૦૦ કરતા વધારે બેડ તૈયાર છે. અને આ અંગે રાજયના મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી સહિતનાઓને પત્ર પાઠવી માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકી રજૂઆત કરેલ છે જો આ અંગે તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે છે  ધોરાજી સહિતના કોરોના દર્દીઓ જુનાગઢ અને બાટલાની શોધમાં ન નીકળવું પડે. જેથી યોગ્ય કરવા રજૂઆત કરાય છે. અને ધોરાજી સરકારી હોસ્પીટલના અધિકારીને પણ આ અંગે રજૂઆત કરાય છે.

(12:50 pm IST)